એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ખેલાડ અક્ષય કુમાર (Akshay Kumar) હાલમાં તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' (Laxmmi Bomb)નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. એવામાં સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની આ ફિલ્મનાં ટાઇટલ મામલે વિરોધ થઇ રહ્યો છે. આ મામલે દિગ્ગજ એક્ટર મુકેશ ખન્ના (Mukesh Khanna)એ પણ પોસ્ટ કરીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને વિરોધ દર્શાવ્યો છે. તેમણે મોટી લાંબી પોસ્ટ શેર કરી છે જે ખુબજ વાયરલ થઇ રહી છે.
ફિલ્મ અંગે કરેલી પોસ્ટમાં લખ્યું કે, - મુકેશ ખન્નાએ એક ઓપન લેટર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે, 'શું 'લક્ષ્મી બોમ્બ' ટાઇટલથી કોઇ ફિલ્મ રિલીઝ થવી જોઇએ? તેનાં પર આખા દેશમાં ચર્ચાઓ થઇ રહી છે. કેટલાંક લોકોએ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી છે. મને પુછો તો ફિલ્મ પર પ્રતિબંધ કરવો યોગ્ય નથી. કારણ કે, કોઇએ ફિલ્મ હજુ સુધી જોઇ નથી. ફક્ત ટ્રેલર જોયુ છે. ફિલ્મ હજુ બાકી છે. આ ટાઇટલની વાત કરીએ તો લક્ષ્મિ આગળ બોમ્બ જોડવું છેડખાની ભરેલું લાગે છે. કોમર્શિયલ ઇન્ટરેસ્ટની સોચ લાગે છે. શું તેને અલાઉ કરવું જોઇએ? જાહિર છે નહી. શું આપ 'અલ્લાહ બોમ્બ' કે 'બદમાશ જીસસ' ફિલ્મનું નામ રાખી શકો છો? જાહિર છે નહી.. તો પછી 'લક્ષ્મી બોમ્બ' કેવી રીતે ?'
દર્શકોને કરી આવી અપીલ- આ દશેરા ફિલ્મી લોકો એટલે ઉજવે છે કારણ કે તેઓ જાણે છે કે, તેમાં અવાજ હોય છે, લોકો ચીસો પાડશે, પછી ચુપ થઇ જશે. પણ આ સાથે જ તેમની ફિલ્મનું પ્રમોશન થઇ જશે. ફિલ્મ તો રિલીઝ થવી જોઇએ. લોકો તુટી પડશે ફર્સ્ટ ડે થિયેટર પર જોવા માટે કે આ ફિલ્મમાં શું છે? શું છે આ ફિલ્મનું ટાઇટલ? આ થતું આવ્યું છે.. અને થતું રહેશે.. તેને રોકવું પડશે, અને આ જનતા જનાર્દન, પબ્લિક જ કરી શકે છે. એક વાત તો સ્પષ્ટ છે. આ કોમર્શિયલ લોકોમાં હિન્દુઓનો ડર ખોફ રત્તી માત્ર નથી. તેઓ તેમને સહિષ્ણુ માને છે. સોફ્ટ ટાર્ગેટ સમજે છે. તેમને ખબર છે કે, કોઇ અન્ય ધર્મ કે સંપ્રદાયનાં લોકોથી તેઓ પંગો લેશે તો તલવારો નીકળી જશે. એટલે તેમને લઇને ફિલ્મનાં ટાઇટલ નથી બનતા.
આ પણ વાંચો- મૌની રોયે કરી લીધી સગાઇ? ડાયમંડ રિંગ બતાવી તો ફેન્સ થયા કન્ફ્યૂઝ
લક્ષ્મી બોમ્બને ડિફ્યૂઝ કરવાની કરી વાત- પોસ્ટનાં અતંમાં તેઓ લખે છે કે, 'કોઇ લોકો આને લવ જેહાદ કે ઇસ્લામ ફંડિંગ નામ આપે છે, બની શકે છે અને ના પણ બની શકે, પણ ફિલ્મોમાં 40 વર્ષ વિતાવ્યાં બાદ આટલું તો દાવા સાથે કહી શકુ છુ કે, દરેક પ્રોડ્યુસર તેમની ફિલ્મ હિટ જોવા માંગે છે એટલે આવા પેતરા કરે છે. આ 'લક્ષ્મી બોમ્બ' તેમાંથી જ એક છે, તેને ડિફ્યૂઝ કરો. '
Published by:Margi Pandya
First published:October 29, 2020, 16:30 pm