મુકેશ અંબાણી અને તેમના પુત્ર સોમનાથ પહોંચ્યા અને મહાદેવના દરબારમાં શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા
દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મુકેશ અંબાણી અને પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરને 1.51 કરોડ રૂપિયાનું અનુદાન પણ કર્યું હતું.
સોમનાથ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પુત્ર તથા Jioના ચેરમેન આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મહાશિવરાત્રિ પર્વ પર પિતા-પુત્ર સોમનાથ પહોંચ્યા અને મહાદેવના દરબારમાં શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યા હતા. જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરાઈ હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું. સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજાના સંકલ્પ કરી અંબાણી પિતા-પુત્ર પૂજામાં સહભાગી થયા હતા.
દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મુકેશ અંબાણી અને પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરને 1.51 કરોડ રૂપિયાનું અનુદાન પણ કર્યું હતું.
મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jio ના ચેરમેન આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુકેશભાઈ અંબાણી અને આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે તેઓએ જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે મુકેશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા ના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ મુકેશ અંબાણી દ્વારા સોમનાથ ટ્રસ્ટને 1.51 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર