વડોદરાઃ એમએસ યુનિવર્સિટી વિદેશી દાન મેળવી નહીં શકે

વડોદરાઃ વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિર્વસીટીને ભારત સરકારના નાણાં વિભાગે વિદેશી દાન લેવા પર કાયદાકીય પ્રતિબંધ લગાવી દીધો છે. એમએસ યુનિર્વસીટીએ છેલ્લા ત્રણ વર્ષના વિદેશથી મળેલ ભંડોળ અંગે નિયત સમયગાળામાં રિર્ટન્સ ભરીને સરકારને પુરતી માહિતી આપી ન હોવાથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

  • Web18
  • Last Updated :
  • Share this:
વડોદરાઃ વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિર્વસીટીને ભારત સરકારના નાણાં વિભાગે વિદેશી દાન લેવા પર કાયદાકીય પ્રતિબંધ લગાવી દીધો છે. એમએસ યુનિર્વસીટીએ છેલ્લા ત્રણ વર્ષના વિદેશથી મળેલ ભંડોળ અંગે નિયત સમયગાળામાં રિર્ટન્સ ભરીને સરકારને પુરતી માહિતી આપી ન હોવાથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિર્વસીટી કોઈકના કોઈ કારણસર વિવાદમાં રહે છે. ત્યારે હમણાં એક નવો વિવાદ પ્રકાશમાં આવ્યો છે. ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા તાજેતરમાં ભારત દેશમાં વિવિધ એનજીઓ તેમજ સંસ્થાઓ ને સમયસર વિદેશી દાનની વિગત ન આપવાને કારણે વિદેશી દાન સ્વીકારવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.જેમાં ગુજરાતની આશરે 350 જેટલી એનજીઓ અને સંસ્થાઓને સરકારના નવા આદેશ સુધી વિદેશી ફંડ સ્વીકારવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જેમાં વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિર્વસીટીનો પણ સમાવેશ થાય છે.ફોરેન કોન્ટ્રીબ્યુસન રેગ્યુલેશન એકટ, 2010 (એફ.સી.આર.એ) અંર્તગત એમએસ યુનિર્વસીટીને પોતાને મળેલ વિદેશી દાનના હિસાબો સરકારને આપવાના હોય છે.પરંતુ  યુનિર્વસીટી હિસાબો આપવામાં નિષ્ફળ નીવડી છે.

ઉલ્લેખનીય છે કે જયારે વિદેશી દાનને લઈને યુનિર્વસીટીના પ્રો વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસને પુછવામાં આવતા તેઓ આ બાબતે અજાણ છે તેવો જવાબ આપ્યો હતો. જે દર્શાવે છે કે યુનિર્વસીટીના સત્તાધીશો કેટલા બેદરકાર છે. ભારત સરકારે 3 જુન 2015ના રોજ  એમએસ યુનિર્વસીટી ના વિદેશી દાન સ્વીકારવા પર રોક લગાવી હતી.આટલા દિવસો વીતી ગયા છતા પણ યુનિર્વસીટીના પ્રો વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસ આ બાબતથી અજાણ છે તે તેમના પર મોટો સવાલ ઉભો કરે છે.

એમએસ યુનિર્વસીટી છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી વિદેશી આવકના સ્ત્રોત અંગેની માહિતીના જરુરી પત્રકો સરકાર સમક્ષ રજુ કરવામાં નિષ્ફળ નીવડી હતી.આ અંગે સરકારે વારંવાર નોટિસ પાઠવવા છતાં તેમના અનુદાનની માહીતી આપવામાં અસમર્થ નિવડતાં આખરે આ પ્રકારના અંતિમ પગલાં લેવાની સરકારને ફરજ પડી છે.

એમએસ યુનિર્વસીટીના સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે યુનિર્વસીટી સત્તાધીશોની ગંભીર બેદરકારી છે તેમજ સરકારે શૈક્ષણીક સંસ્થાઓને વિદેશી ફંડના હિસાબો આપવા માટે સમય આપવો જોઈએ તેમજ આવી સંસ્થાઓને આવા આકરા પગલામાંથી છુટ આપવી જોઈએ અને યુનિર્વસીટી સત્તાધીશો સામે પગલાં લેવાની વાત કરી છે.ઉલ્લેનીય છે કે બે વર્ષ પહેલા યુનિર્વસીટી દ્વારા રી-યુનિયનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મોટી સંખ્યામાં વિદેશથી યુનિર્વસીટીમાં ભણી ગયેલ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. અને ભવિષ્યમાં યુનિર્વસીટીના વિકાસ માટે ભંડોળ આપવાની વાત કરી હતી. તેમજ યુનિર્વસીટીમાં ગત સત્રમાં કરોડો રૂપિયાનુ દાન વિવિધ ફેકલ્ટીઓના રિનોવેશન માટે મળ્યું હતું. પરંતુ યુનિર્વસીટીની ગંભીર બેદરકારી ને કારણે વિદેશી દાન સ્વીકારવા પર રોક લાગી ગઈ છે.
First published: