Home /News /gujarat /

ધોનીએ ભારત માટે પૂરા કર્યા 10 હજાર રન, 9 વર્ષ પછી કર્યું આવું કામ

ધોનીએ ભારત માટે પૂરા કર્યા 10 હજાર રન, 9 વર્ષ પછી કર્યું આવું કામ

ઓસ્ટ્રેલિયા સામે સિડની વન-ડેમાં મહેન્દ્રસિંહ ધોનીએ વન-ડેમાં ભારત તરફથી પોતાના 10 હજાર રન પૂરા કર્યા

ઓસ્ટ્રેલિયા સામે સિડની વન-ડેમાં મહેન્દ્રસિંહ ધોનીએ વન-ડેમાં ભારત તરફથી પોતાના 10 હજાર રન પૂરા કર્યા

    ઓસ્ટ્રેલિયા સામે સિડની વન-ડેમાં મહેન્દ્રસિંહ ધોનીએ વન-ડેમાં ભારત તરફથી પોતાના 10 હજાર રન પૂરા કર્યા છે. ભારત તરફથી આવી સિદ્ધિ મેળવનાર કે 5મો ખેલાડી છે. તેના પહેલા આ સિદ્ધિ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી મેળવી ચૂક્યા છે. ધોનીએ વન-ડેમાં ઓવરઓલ 10 હજાર રન ગત વર્ષે જ પૂરા કરી લીધા હતા. જોકે આ દરમિયાન તેણે 3 મેચમાં 174 રન એશિયા ઇલેવન તરફથી બનાવ્યા હતા.


    સિડની વન-ડેમાં સ્કોરનો પીછો કરતા ટીમ ઇન્ડિયાએ 4 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આમ ધોની ચોથી જ ઓવરમાં ક્રીઝ પર આવી ગયો હતો. છેલ્લા 9 વર્ષમાં ધોની 4 ઓવરની અંદર રમવા આવ્યો હોય તેવો પહેલી ઘટના છે.


    આ પહેલા ધોની જાન્યુઆરી 2010માં શ્રીલંકા સામે 4 ઓવરની અંદર ક્રીઝ ઉપર બેટિંગ કરવા આવ્યો હતો. વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં ફક્ત 12 ખેલાડીઓ જ ધોની કરતા વધારે રન બનાવ્યા છે. જેમાં ફક્ત વિરાટ કોહલી અને જયસૂર્યાએ તેનાથી વધારે ઝડપી 10 હજાર રન પૂરા કર્યા છે.


    રોહિત શર્માએ લડાયક સદી (133) ફટકારી હોવા છતા ભારતનો ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 34 રને પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 288 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 50 ઓવરમાં 9 વિકેટે 254 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બંને વચ્ચે બીજી વન-ડે એડિલેડમાં 15મી જાન્યુઆરીએ રમાશે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन