Home /News /gujarat /

MPSC Recruitment: સાઇન્ટિફિક ઓફિસર સહિત 67 પોસ્ટ માટે આવી ભરતી, અહીંથી કરો અરજી

MPSC Recruitment: સાઇન્ટિફિક ઓફિસર સહિત 67 પોસ્ટ માટે આવી ભરતી, અહીંથી કરો અરજી

MPSC Recruitment 2022 : મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 67 જગ્યાની ભરતી છે, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકો છો.

MPSC Recruitment : મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશને (MPSC Recruitment 2022) દ્વારા વિવિધ પોસ્ટ માટેની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.

    MPSC Recruitment:  મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશને (MPSC Recruitment 2022) વિવિધ વિભાગોમાં મદદનીશ કેમિકલ એનલાઈઝર, સાયન્ટિફિક ઓફિસર અને મદદનીશ નિયામક સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. જાહેર કરાયેલી નોટિફીકેશન મુજબ, વિવિધ વિભાગોમાં કુલ 67 જગ્યાઓ ઉપલબ્ધ છે. જેમાંથી આસિસ્ટન્ટ કેમિકલ એનેલાઇઝર (Assistant Chemical Analyzer) માટે 33 અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર (Assistant Director) અને સાયન્ટિફીક ઓફિસર (Scientific Officer) માટે 17 -17 જગ્યાઓ છે.

    નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, સંબંધિત વિષયોમાં ગ્રેજ્યુએટ/ પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે 09-5-2022ના રોજ અથવા તે પહેલાં mpsc.gov.in પર અરજી કરી શકે છે.

    MPSC Recruitment:  વેકેન્સી ડિટેલ્સ

    આસિસ્ટન્ટ કેમિકલ એનેલાઇઝર – 33 પોસ્ટ

    સાઇન્ટિફીક ઓફિસર – 17 પોસ્ટ

    આસિસ્ટન્ટ ડાટરેક્ટર – 17 પોસ્ટ

    MPSC Recruitment:  શૈક્ષણિક લાયકાત

    આસિસ્ટન્ટ કેમિકલ એનેલાઇઝર

    - માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા બાયો-કેમિસ્ટ્રીની કોઈપણ શાખામાં ઓછામાં ઓછા સેકન્ડ ક્લાસ સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે. આપને જણાવી દઇએ કે આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 45 વર્ષ હોવી જોઇએ.

    આ પણ વાંચો : MUC Bank Recruitment: મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં 50 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    સાયન્ટિફીક ઓફિસર

    ઓછામાં ઓછા સેકન્ડ ક્લાસ સાથે સાયન્સ ફેકલ્ટિમાં ફિઝીક્સ અથવા કમ્પ્યૂટર સાયન્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીની ડીગ્રી મેળવેલી હોવી જરૂરી છે, અથવા કમ્પ્યૂટર સાયન્સ અથવા ઇલેટ્રોનિક્સ અથવા ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીમાં સેકન્ડ ક્લાસ સાથે એન્જીનિયરીંગની ડિગ્રી મેળવેલી હોવી જોઇએ.

    આસિસ્ટન્ટ ડિરેક્ટર

    રસાયણશાસ્ત્ર અથવા બાયો-કેમિસ્ટ્રીની કોઈપણ શાખામાં ઓછામાં ઓછા સેકન્ડ ક્લાસમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત હોવી જરૂરી છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા67
    શૈક્ષણિક લાયકાતતમામ પદ પર જુદી જુદી
    પસંદગી પ્રક્રિયાલેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીનોટિફીકેશન મુજબ
    આસિસ્ટન્ટ કેમિકલ એનેલાઇઝરની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    સાઇન્ટિફીક ઓફિસરની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    આસિસ્ટન્ટ ડાટરેક્ટરની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો



    MPSC Recruitment:  કઇ રીતે કરશો અરજી

    - સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો https://mpsc.gov.in/

    - ત્યાર બાદ હોમ પેજ પર MPSC Assistant Chemical Analyserની ભરતી માટેની નોટિફીકેશન જોવા મળશે.

    - તેના પર ક્લિક કરીને Apply Online 2022 લિંક પર ક્લિક કરો.

    - હવે એપ્લિકેશન ફોર્મમાં જરૂરી વિગતો ભરો અને તમામ દસ્તાવેજો અપલોડ કરો.

    - MPSC આસિસ્ટન્ટ કેમિકલ એનાલાઈઝર ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા એકવાર બધી વિગતો તપાસો.

    - છેલ્લે, ભવિષ્યના સંદર્ભ માટે તમે કરેલી એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

    આ પણ વાંચો :  District Judge Recruitment: રાજ્યમાં 34 ડિસ્ટ્રિક્ટ જજની સીધી ભરતી, અહીંથી કરો અરજી



    પસંદગી પ્રક્રિયા

    ઉપરોક્ત પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી લેખિત ટેસ્ટ અને ત્યાર બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. વધુ માહિતી માટે ઇચ્છુક અને લાયક ઉમેદવારો ઓફિશ્યલ નોટિફીકેશન તપાસી શકે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર