Home /News /gujarat /

'હજુ 167 જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારથી બહાર ફરે છે': સાંસદ નથવાણી

'હજુ 167 જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારથી બહાર ફરે છે': સાંસદ નથવાણી

પરિમલ નથવાણી

    ગુજરાતની ઓળખ એવા એશિયાટિક સિંહો પર ગીરના જંગલમાં આફત આવી પડી છે, એક પછીએક ટપોટપો 23 સિંહોના મોત થઇ જતાં વન્યજીવ પ્રેમી લોકોમાં રોષની લાગણી છે, છેક કેન્દ્રથી લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્ય સરકારને તાત્કાલિક પગલા લેવાનું કહેવામાં આવ્યું છે, એવામાં સાંસદ પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. આ માટે સાંસદે સિંહોના સંવર્ધન માટે રાજ્યથી લઇને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.

    “ઢાઈ અક્ષર પ્રેમ કા....ના રે, પેટ્રોલ કા !” :બાય ધ વે, આનંદ કોને થયો ?

    સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી અને ગણપત વસાવાને સિંહોના સંવર્ધન મુદ્દે પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું કે ગીરના સિંહોને માનવ અતિક્રમણ, હસ્તક્ષેપથી મુક્ત કરવા જોઇએ. ગુજરાતની ઓળખ એવા એશિયાટિક સિંહોને વિશ્વકક્ષાની સારવાર આપવી જોઇએ.

    સાંસદ પરિમલ નથવાણીએ સિંહો પર અગાફ એક પુસ્તક પણ લખ્યું છે, તેઓ હંમેશા ગીરમાં સિંહોની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરતાં રહ્યાં છે, તેઓએ લખેલા પત્રમાં જણાવ્યું કે સિંહોના લાંબાગાળાના સંવર્ધન માટે સરકારે પગલા લેવા જોઇએ, સિંહો માટે ઇકો સેન્સિટિવ ઝોન વધારવા જોઇએ. એટલું જ નહીં અમેરિકા, યુરોપના નિષ્ણાંત પશુચિકિત્સકો પાસેથી સારવાર કરાવવી જોઇએ. સિંહોની સુરક્ષા અને ગાર્ડની સંખ્યા ઓછી છે, હજુ પણ 167 જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારથી બહાર ફરે છે.

    યુવતીના કૌમાર્યની હરાજી, જાણો કેટલાથી શરૂ થાય છે હરાજીની કિંમત

    વધુમાં તેઓએ જણાવ્યું કે સુરક્ષિત વિસ્તાર બહાર ફરતા 30 ટકા સિંહો પર ધ્યાન આપવાની જરૂર છે. જંગલમાં રખડાતા શ્વાનને દુર કરવાની યોજના બનાવવી જોઈએ તથા દરેક બિટગાર્ડે 15થી 20 ગામ ફરવા પડે છે. રિઝર્વ ટુરિઝમ કેપેસીટી ફોર્મ્યુલાથી માનવ હસ્તક્ષેપ દુર કરી શકાય, સિંહોને બરડા ડુંગર તથા રામપરા વિરડીના જંગલમાં ખસેડવા જોઈએ,
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Lion Death, સાંસદ

    આગામી સમાચાર