Home /News /gujarat /

સુરત : CR પાટીલ ખાનગી કાર્યક્રમમાં માસ્ક પહેરવાનું ભૂલી ગયા! બાકીના લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું

સુરત : CR પાટીલ ખાનગી કાર્યક્રમમાં માસ્ક પહેરવાનું ભૂલી ગયા! બાકીના લોકોએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું

કાર્યક્રમમાં દર્શના જરદોશ અને સુરતના મેયર ડૉ.પટેલ પણ હાજર હતા.

સરકારે માસ્ક ન પહેરી બહાર નીકળનારા નાગરિકો પર દંડની જોગવાઈ કરી છે, જનપ્રતિનિધઓ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નીયમ તોડ્યા ત્યારે તેમને દંડ કોણ કરશે?

કોરોના વાઇરસને લઇને લાંબા સમય સુધી ચાલેલા લોકડાઉન વચ્ચે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. પણ તંત્રએ સરકાર દ્વારા ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે તેનું લોકોએ કડકપણ અમલ કરવાની વાત છે ત્યારે લોકોના પ્રતિનિધિ અને જનતાના ચૂંટાયેલા નેતાઓએ સરકારના નિયમો અને ગાઇડલાઇનને નેવે મૂકી છે. આજે સુરત શહેરમાં યોજાયેલા એક ખાનગી કાર્યક્રમમાં ઉપસ્થિત નવસારીના સાંસદ સીઆર પાટીલ માસ્ક પહેરવાનું ભૂલી ગયા હતા જ્યારે સુરતના સાંસદ દર્શનાએ માસ્ક તો પહેર્યુ હતું પરંતુ અન્ય હોદ્દાદારો સાથે તમામ ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા.

સરકારે કોરોના વાયરસના આ કપરા કાળમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યુ છે અન ન પહેરે તેને 200 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ન પહેરનારા આ પ્રતિનિધિઓ પર ક્યુ તંત્ર દંડ ફટકારશે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે.

કોરોના વાઇરસનું સક્ર્મણ નહિ વધે  તે માટે તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ હતું. જોકે લાંબા સમય ચાલેલા લોકડાઉણ બાદ સરકાર દ્વારા લોકડાઉન માં અનેક છૂટછટ આપવામાં આવી છે .પણ લોકોને તંત્ર દ્વારા અનેક ગાઈડ લાઇન આપવામાં આવી છે તેમાં ફરજિયાત માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :  રાજકોટ : બેફામ વ્યાજખોરોના ત્રાસથી કમિશનર કચેરીએ જ આપઘાતનો પ્રયાસ, પોલીસે એકને દબોચ્યો

રાજકીય આગેવાનો અને લોકોના પ્રતિનિધિ આ નિયમો મામલે લોકોને જાગૃત કરવા સાથે નિયમો પાલન કરવાની જવાબ દારી હોય છે ત્યારે સુરતના આગેવાન આજે એક જગ્યા પર પોહચી ગયા અને પ્રસિદ્ધીની એટલી ભૂખ જાગી કે આ તમામ આગેવાન કોરોના ગાઈડલાઇનનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

સુરત ના એક વેપારીએ લોકોને જાગૃત કરવા માટે પોતાની સાડી સાથે માસ્ક સેનિટાઇઝર સાથે હોમિયોપેથીક દવા અને ઉકાળો આપવાના છે ત્યારે આ જનતાની સાથે સુરત અને નવસારી સાંસદ સાથે સુરત ના મેયર સાથે એક મહિના નગર સેવક પોહચી ગયા હતા જોકે અહીંયા નવસારી સાંસદ સીઆર પાટીલ માસ્ક પહેરવાનું ભૂલી ગયા.

આ પણ વાંચો :   મહિલાઓ માટે સારા સમાચાર, સુરતની સાડીઓ કોરોનાથી 'બચાવશે', ખાસ કીટ સાથે મળશે પરિધાન

ત્યારે સુરત સાંસદ દર્શના જરદોશ સાથે સુરત મેયર ડો જગદીશ પટેલ અને મહિલા નગર સેવક રૂપલ શાહ ફોટો સેશનમાં એમણે પોતાનું સોશલ ડિસ્ટન્સ પણ રાખ્યું નહોતું. જોકે કોઈ અન્ય વ્યક્તિ આ રીતે નિયમનો ભંગ કરે તો તેમને દંડ ફટકારવામાં આવે ત્યારે આ આગેવાનો આજે નિયમો તોડતા દેખાય હતા ત્યારે તંત્ર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી દંડ ફટકારશે કે પછી કોઈ કાર્યવાહી નહિ કરે તેને લઇને અનેક સવાલ ઉભા થયા છે.
Published by:Jay Mishra
First published:

Tags: CR Patil, Social Distancing, નવસારી, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन