Home /News /gujarat /

અક્ષય વગર દેશભક્તિની ફિલ્મ કમજોર લાગે છે, વાંચો મૂવી રિવ્યુ: 'અય્યારી'

અક્ષય વગર દેશભક્તિની ફિલ્મ કમજોર લાગે છે, વાંચો મૂવી રિવ્યુ: 'અય્યારી'

જો કે તે પછી ફરી ફિલ્મોમાં આવવા માટે તેમણે લાંબી સ્ટ્રગલ કરી. હાલ તેમને બોલિવૂડના સારા એક્ટર્સમાંથી એક માનવામાં આવે છે. તેમણે વેબ સીરીઝમાં તો ધૂમ મચાવી છે. હાલ તેમનો લેટેસ્ટ પ્રોજેક્ટ જેકલીન ફર્નાર્ડિસ સાથે છે. તે નેટફિક્સની સીરીજ મિસિસ સીરિયલ કિલરમાં નજરે પડશે.

જો ફિલ્મમાંથી મનોજ બાજપેયી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં કેટલાંક ડાઇલોગ છોડી દઇએ તો 160 મિનિટની આ ફિલ્મ તમને સુપર બોર કરી દેશે.

  ફિલ્મ નામ- અય્યારી
  ડિરેક્ટર- નીરજ પાંડે
  મ્યુઝીક- અંકિત તિવારી, રામ સંપત, કોહલી, સંજય ચૌધરી
  કલાકાર- મનોજ બાજપેયી, સિદ્ધાર્થ મલ્હોત્રા, નસીરુદ્દીન શાહ
  ઝોનર- થ્રિલર
  મૂવી રેટિંગ- 3 સ્ટાર્સ  'અય્યારી'નો ક્લાઇમેક્સ ભલે નીરજ પાંડેએ ડિરેક્ટ કર્યો છે. પણ જાણે ફિલ્મ ઘણી ઉતાવળમાં બનાવી હોય તેમ લાગે છે. ફિલ્મ તેની ગત ફિલ્મો જેવી મજેદાર નથી. આ ફિલ્મમાં ખરેખરમાં અક્ષય કુમાર મિસિંગ હોય તેમ લાગે છે.

  કહાની-
  ફિલ્મ અય્યારીની કહાની બે આર્મી ઓફિસર્સની કહાની છે જેમાં એક ગુરૂ છે અને એક ચેલો. આ બંને ઓફિસર્સમાં દેશભક્તિ ઠસોઠસ ભરેલી છે. પણ અચાનક જ તેમનાં સંબંધોમાં તિરાડ પડે છેઅને તેમની દોસ્તી દુશ્મનીમાં બદલાઇ જાય છે. ગુરૂ કર્નલ અભય સિંહને દેશ અને સિસ્ટમ પર સંપૂર્ણ વિશ્વાસ છે પણ તેનાં ચેલા મેજર જય બક્શીનાં વિચારો અલગ છે. આવું એટલાં માટે કારણ કે તેણે સર્વેલન્સ દ્વારા તેનાં એવાં ઘોટાળા સામે આવ્યા છે કે તેનાં પગ નીચેથી જમીન ખસી જાય છે.

  'અય્યારી' ફિલ્મ એક બોલિવૂડ થ્રિલર ફિલ્મ છે જેને ડિરેક્ટ નીરજ પાંડેએ કરી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ બાજપેયી લિડ રોલમાં છે. આ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત છે. એખ ગુરૂ અને શિષ્યની જોડી છે આ ફિલ્મ. 'અય્યારી' બે હિંમતવાળા અને સમજદાર આર્મી ઓફિસરની કહાની છે. જે તેમનાં વૈચારિક મતભેદને કારણે એકબીજાનાં વિરોધી થઇ જાય છે.

  ડિરેક્શન-
  સૌથી પહેલાં વાત ડિરેક્ટર નીરજ પાંડેની- જ્યારે નીરજ કોઇ ફિલ્મ બનાવે છે ત્યારે તેમની પાસે એક મોટી હિટની આશા હતી. આ પહેલાં તે અ વેડનસડે, બેબી, સ્પેશલ 26 અને એમ.એસ.ધોની જેવી ફિલ્મ બનાવી ચુક્યો છે. પણ તેમનો આ વખતનો પ્રયાસ થોડો ફિક્કો લાગે છે. ફિલ્મ નીરજ પાંડેની ગત ફિલ્મોનાં લેવલને પાર પાડી શકતી નથી. તેનું મુખ્યકારણ ફિલ્મની સ્ક્રિપ્ટ અને તેનું એડિટીંગ છે. અય્યારીનો સ્ક્રીનપ્લે ખુબજ લાંબો અને પકાઉ છે. જો એડિટિંગ પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ ફિલ્મ વધુ મજેદાર બની જાત.

  એક્ટિંગ-
  એક્ટિંગની વાત કરીએ તો આખી ફિલ્મનો દારમદાર ફક્ત મનોજ બાજપેયી પર છે. તે ઉપરાંત નસીરુદ્દીન શાહ,આદિલ હુસૈન, રકુલ પ્રીત અને અનુપમ ખૈરનો ઉપ્યોગ સારી રીતે કરવામાં આવ્યો નથી. જેને કારણે તેમની એક્ટિંગ ઉભરીને આવતી નથી. સિદ્ધાર્થે સારો એવો ટ્રાય કર્યો છે. પણ તે થોડો ફિક્કો પડે છે. તો પૂજા ચોપરા ફિલ્મમાં ફક્ત પળવાર માટે આવે છે.

  મ્યૂઝિક-
  ફિલ્મનું મ્યૂઝિક અંકિત તિવારી, રામ સંપત, રોચક કોહલી અને સંજય ચૌધરીનું છે. જે ઠીક ઠાક છે. કોઇ થ્રિલર પ્રમાણે ક્લાઇમેક્સ તેની સૌથી મોટી ચાવી હોય છે પણ ફિલ્મ અય્યારીનો ક્લાઇમેક્સ ભલે નીરજ પાંડેએ ડિરેક્ટ કર્યો હોય પણ તેમાં ઘણી ઉતાવળ કરી હોય તેમ લાગે છે.

  ભલે આ એક થ્રિલર ફિલ્મને ઘણી મહેનતથી બનાવવામાં આવી છે પણ દર્શકોને જકડી રાખવામાં ડિરેક્ટર સફળ થયા નથી. જેનું મુખ્ય કારણ ફિલ્મની લંબાઇઅને એડિટિંગની કમી છે. જો ફિલ્મમાંથી મનોજ બાજપેયી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનાં કેટલાંક ડાઇલોગ છોડી દઇએ તો 160 મિનિટની આ ફિલ્મ તમને સુપર બોર કરી દેશે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Aiyaari, Anupam khair, Manoj bajpayee, Moive Review, Naisruddin shah, Siddharth Malhotra

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन