Home /News /gujarat /

પ્રવર્તમાન નિદેશાલય (ED) અને ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(GSFU) વચ્ચે કરાર

પ્રવર્તમાન નિદેશાલય (ED) અને ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી(GSFU) વચ્ચે કરાર

આર્થિક અપરાધોની અટયકાયત માટે કાર્યરત કેન્દ્ર સરકારની આ અગ્રણી સંસ્થા - ED અને ગુજરાત સરકારની યુનિવર્સિટી GSFU વચ્ચે કરાર કરવામાં આવ્યા છે.

આર્થિક અપરાધોની અટયકાયત માટે કાર્યરત કેન્દ્ર સરકારની આ અગ્રણી સંસ્થા - ED અને ગુજરાત સરકારની યુનિવર્સિટી GSFU વચ્ચે કરાર કરવામાં આવ્યા છે.

  ગાંધીનગર : પ્રવર્તમાન નિદેશાલય (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી) અને ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગર (GSFU) વચ્ચે દ્વિપક્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ કરાર મુજબ ED યુનિવર્સિટી ને માળખાકીય સુવિધાઓ, ઇન્ટર્નશિપ જેવી સુવિધાઓ પુરી પાડશે તો યુનિવર્સિટી EDને હાઈટેક ટેક્નોલોજી, એકેડમિક તેમજ રિસર્ચ માં સહયોગ કરશે.

  આર્થિક અપરાધોની અટયકાયત માટે કાર્યરત કેન્દ્ર સરકારની આ અગ્રણી સંસ્થા - ED અને ગુજરાત સરકારની યુનિવર્સિટી GSFU વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. આ કરાર મુજબ ભવિષ્યમાં ED ગાંધીનગર આવેલી GFSU ને પોતાના એકેડમિક પાર્ટનર તરીકે વિકસિત કરશે અને જરૂરિયાત મુજબ યુનિવર્સિટી ને માળખાકીય તેમજ વિવિધ પ્રકારની સુવિધાઓ પુરી પાડશે.

  જયારે સામા પક્ષે યુનિવર્સિટી ED ને EDથી લાગતાં અભ્યાસક્રમ સંચાલિત કરવા તેમજ તપાસ વગેરેમાં મદદરૂપ થશે. ED તેમજ GSFU વચ્ચે કરાયેલા કરારમાં મુજબ વિવિધ મુદ્દે સહમતી થઇ છે. EDના વિવિધ કેન્દ્રો માં સાયબર તેમજ ડિજિટલ સુવિધાઓ ઉભી કરવામાં GSFU મદદરૂપ થશે. વળી, જયારે જરૂર જણાય ત્યારે GSFU, EDના અધિકારીઓ માટે તાલીમ વર્ગો ઉભી કરશે.
  ફોરેન્સિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ED ઇન્ટર્નશિપનો સહયોગ આપશે. ઇડી દ્વારા તપાસ કરવામાં આવતા કેસો માં GSFU સાયબર તેમજ ડિજિટલ ફોરેન્સિક મદદ પુરી પાડશે.

  આ પ્રસંગે ઇડીના ડિરેક્ટર કર્નલ સિંહ, ગુજરાત EDના જોઈન્ટ ડિરેક્ટર વિશાલ સનપ તેમજ GSFUના નિયામક ડૉ. જયંત એમ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
  Published by:sanjay kachot
  First published:

  Tags: ઇડી, એમઓયુ, ગાંધીનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन