BIG Fraud: 6 જિલ્લાની 60 હજાર મહિલાઓ પાસેથી અધધધ... 125 કરોડની ઠગાઈ, મહિલાઓએ મચાવ્યો હંગામો

બિહારમાં મોટી છેતરપિંડી

3 હજાર જૂથોમાં 60 હજારથી વધુ મહિલાઓ આ ટ્રસ્ટ સાથે સંકળાયેલી છે. એક જૂથમાં 22 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

  • Share this:
    મોતીહારી : ઉત્તર બિહારના 8 જિલ્લાના 3 હજાર જૂથો પાસેથી 125 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ માટે, નકલી રીતે મધર ટેરેસા ફ્યુચર ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. 3 હજાર જૂથોમાં 60 હજારથી વધુ મહિલાઓ આ ટ્રસ્ટ સાથે સંકળાયેલી છે. એક જૂથમાં 22 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એક જૂથની મહિલા પાસેથી રૂ. 4 લાખ લેવામાં આવ્યા છે.

    આ ટ્રસ્ટના મેનેજર નિર્ભયકુમાર યાદવ છે, જે મોતીહારી જિલ્લાના બાંજારિયા વિસ્તારમાં રહે છે. આ મહિલાઓ મંગળવારે નિર્ભયકુમાર યાદવના ઘરે પૈસા લેવા માટે પહોંચી ત્યારે આ મામલે ભાંડો ફૂટ્યો હતો. નિર્ભયકુમાર યાદવ હજી ફરાર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ કિસ્સામાં મુઝફ્ફરપુર, શીવહર, સીતામઢી, વૈશાલી, બેતિયા અને મોતીહારીની મહિલાઓ ભોગ બની છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો - સુરત : લાચાર પત્ની! 'પતિનો મૃતદેહ વતન લઈ જવા પૈસા નથી', 17 કલાક મૃતદેહ પાસે બેસી માંગતી રહી મદદ

    ઓફિસમાંથી બોર્ડ અને મોટાભાગનો સામાન ગાયબ

    એવું કહેવામાં આવે છે કે, બુધવારે મોતીહારી જિલ્લાના બંજારિયા વિસ્તારમાં નિર્ભયકુમાર યાદવના ઘરે મહિલાઓએ હંગામો મચાવ્યો હતો. કેટલીક મહિલાઓ તો રડી-રડીને મૂર્છિત થઈ ગઈ હતી.

    આ પણ વાંચોPHOTOS: મોલમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતો હતો દેહવ્યાપાર, વાંધાજનક સ્થિતિમાં ઝડપાઈ 5 યુવતી, 3 યુવક

    આ અંગે પીડિતો કહે છે કે, મધર ટેરેસા ફ્યુચર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ઉત્તર બિહારના લગભગ 6 જિલ્લામાંથી આશરે 3 હજાર જૂથો જોડાયા હતા. મધર ટેરેસા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજર નિર્ભયકુમાર યાદવે મુખ્ય શાખા ચકિયા વિસ્તારમાં ખોલી હતી. છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ આ ઓફિસનું બોર્ડ તથા મોટાભાગની વસ્તુઓ ઓફિસમાંથી ગાયબ થઈ ગઈ હતી.
    Published by:kiran mehta
    First published: