દાહોદઃ દીવાલ ધરાશાયી થતાં માતા-પુત્ર અને આઠ વર્ષની બાળકનું મોત

દાહોદઃ દીવાલ ધરાશાયી થતાં માતા-પુત્ર અને આઠ વર્ષની બાળકનું મોત
મકાલની દીવાલ ધરાશાયી થયેલી તસવીર

ઘરના આંગણામાં સુતા હતા તે વેળાએ કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં ત્રણનાં મોત નીપજ્યા હતા.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુર ગામનો પરિવાર કુટુંબી મામાને ત્યાં ચીલાકોટા લગ્નમાં ગયો હતો ત્યારે રાત્રીના ઘરના આંગણામાં સુતા હતા તે વેળાએ કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં ત્રણનાં મોત નીપજ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર બનતા દાહોદ સારવાર હેઠળ ખસેડાયો છે. મૃતકમાં નેલસુર ગામના માતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રની હાલત ગંભીર તથા ચીલાકોટની આઠ વર્ષની એક બાળકીનું પણ મોત થયું છે.

  મળતી માહિતી પ્રમાણે ગરબાડા તાલુકાના નેલસુર ગામે રહેતા બદુડીબેન કનુભાઇ પરમાર અને તેમનો પાંચ વર્ષનો પુત્ર રોહિત અને રાજુ કનુભાઇ પરમાર ચીલાકોટા ગામના મેડી ફળિયામાં રહેતા તેઓના કુટુંબી મામાને ત્યાં લગ્નમાં ગયા હતા. સવારમાં નઢેલાવ ગામે જાન જઇ આવ્યા બાદ તા. 12મીના રાતે બદુડી કનુભાઇ પરમાર તથા તેમનો પાંચ વર્ષનો પુત્ર રોહીત કનુભાઇ પરમાર તથા ત્રણ વર્ષનો રાજુ કનુભાઇ પરમાર અને ચીલાકોટા ગામની આઠ વર્ષની અસ્મિતાબેન ગુલાબભાઇ અમલિયાર ઘરની પાસે બહાર ખાટલો ઢાળી સુતા હતા. તે વહેલા રાત્રીના આઠ વાગ્યાના અરસામાં અચાનક પાસે આવેલા કાચા મકાનની દિવાસ ધરાશાયી થઇ હતી.  જે તેમના ઉપર પડી હતી. જેમાં અસ્મિતાબેન ગુલાબભાઇ અમલીયારા, તથા રોહાતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બકુડીબેનને દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપી હતી. જોકે, બકુડીબેનનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  આ પણ વાંચોઃ-ચોકીદાર દંપતીએ મકાન માલિકના જ ઘરમાં કર્યો 4.56 લાખનો હાથફેરો

  આમ અચાનક કાચા મકાનની દિવાલ ધરાશાયી થતાં ત્રણ માસુમ લોકોનો ભોગ લીધો હતો. જે ઘટના બનતા સહિત જિલ્લા કોટા ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. અને પરિવારજનોમાં ભારે ગમગીની છવાઇ હતી.

   
  First published:April 13, 2019, 17:27 pm

  टॉप स्टोरीज