Home /News /gujarat /ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલા બાદથી 9 ભારતીય ગુમ, શોધખોળ ચાલુ

ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલા બાદથી 9 ભારતીય ગુમ, શોધખોળ ચાલુ

હુમલા બાદ સુરક્ષા કર્મી અને સ્થાનિક લોકો

ન્યૂઝીલેન્ડના દક્ષિણ ટાપુ પર આવેલા ક્રાઇસ્ટચર્ચ શહેર ખાતે બે મસ્જિદમાં આતંકી હુમલામાં 49 લોકોનાં મોત થયા છે, તો બીજી બાજુ આ આતંકી હુમલા બાદથી 9 ભારતીય નાગરિકો ગુમ હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝીલેન્ડ સ્થિત ભારતીય રાજદૂતે સત્તાવાર રીતે આ જાણકારી આપી છે.

ન્યૂઝીલેન્ડના ક્રાઇસસ્ટચર્ચ શહેરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય હાઇકમિશને એક મેસેજ જાહેર કર્યો હતો, જેમાં જણાવાયું કે હુમલામાં કોઇ ભારતીય નાગરિક ઘાયલ કે મૃત્યુ પામ્યો હોય તો મદદ માટે આ નંબર પર સંપર્ક કરવો. ન્યૂઝીલેન્ડ સ્થિત ભારતીય હાઇકમિશનર ફોનલાઇન નંબર પણ જાહેર કર્યો હતો. તો વધુમાં જણાવાયું કે શુક્રવારે બનેલી આતંકી ઘટના બાદથી 9 જેટલા ભારતીય નાગરિકો ગાયબ થયાની ફરિયાદ મળી છે.





ન્યૂઝીલેન્ડમાં ભારતીય હાઇકમિશનરની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ન્યૂઝીલેન્ડમાં અંદાજે બે લાખ ભારતીય મૂળના લોકો રહે છે, જેમાં 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.
First published:

Tags: Christchurch, આતંકવાદી હુમલો, ન્યૂઝીલેન્ડ