મોરબીઃ વિચિત્ર અકસ્માતનો live video,ખાખરાળામાં ચાલું ટ્રકમાંથી ટાયર નીકળી દૂકાનમાં ઘૂસી ગયું, લોકોનો આબાદ બચાવ

cctv પરથી તસવીર

મોરબી-નવલખી હાઈવે ઉપર આવેલા ખાખરાળો ગામે એક અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. અહીં આજે રવિવારે બપોરના સમયે હાઇવે ઉપરથી ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રકના પાછળનું એક ટાયર અચાનક નીકળી ગયું હતું.

  • Share this:
    મોરબીઃ અકસ્માતની (Accident) ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે મોરબીમાં (Morbi) એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અહીં હાઈવે ઉપર જતી ટ્રકનું ટાયર (truck tire) અચાનક નીકળતા હાઈવે પાસે રહેલી દુકાનમાં ફૂલ સ્પીડમાં ઘૂસી ગયું હતું. જોકે, દુકાનમાં બેઠેલા લોકોએ સાવચેતી વાપરતા ટાયર આવે એ પહેલા જ હટી ગયા હતા. આમ મોટી જાનહાની ટળી હતી. જોકે, ટાયરના કારણે દુકાનને નુકસાન પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટના નજીક લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હતી.

    મળતી માહિતી પ્રમાણે મોરબીના મોરબી-નવલખી હાઈવે ઉપર આવેલા ખાખરાળો ગામે એક અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. અહીં આજે રવિવારે બપોરના સમયે હાઇવે ઉપરથી ટ્રક પસાર થઈ રહી હતી. ત્યારે ટ્રકના પાછળનું એક ટાયર અચાનક નીકળી ગયું હતું.

    આ ટાયર ફૂલ સ્પીડમાં હાઈવે નજીક આવેલા રવેચી સ્ટી સ્ટોલમાં ઘૂસી ગયું હતું. આ સમયે દુકાનામાં ત્રણ લોકો અને ટીસ્ટોલની બહાર રાખેલા બાંકડા ઉપર બે બાળકો બેઠાં હતા. જોકે, ટાયરને આવતા જોઈને લોકો ત્યાંથી હટી ગયા હતા.

    આ પણ વાંચોઃ-પતિએ કરાવી હતી નસબંધી, બાથરૂમમાં મળેલી વસ્તુ જોઈને પતિ ચોંકી ગયો, પત્નીની બેવફાઈનો ફૂટ્યો ભાંડો

    આ પણ વાંચોઃ-વલસાડઃ ગૌરક્ષક હાર્દિક કંસારા મોત કેસ, ગૌતસ્કરોની ગેંગના ફતા, રામા, જયેશ આહિર સહિત 10 લોકો ઝડપાયા

    આમ તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ટી સ્ટોલને ધડાકાભેર ટાયર અથડાતા તેને મોટું નુકસાન પહોંચ્યું હતું. ટાયર અકસ્માતનો આ સમગ્ર વીડિયો નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થયો હતો.

    આ પણ વાંચોઃ-ધો.8 પાસ ઢોંગી બાબા 32 યુવતીઓ સાથે અંગ્રેજીમાં ચેટ કરતો, પાંચ પત્નીઓ છતાં છઠ્ઠી પત્ની માટે કરતો હતો તૈયારી

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્ને લગ્ને કુંવારો યુવક! પત્ની અને બાળક હોવા છતાં બીજી યુવતી સાથે નકલી લગ્ન કર્યા, કામવાળીને પણ ન છોડી

    સીસીટીવીમાં જોઈ શકાય છે કે ટી સ્ટોલ અને દુકાનમાં કેટલાક લોકો ઊભા છે અને બાજુમાં આવેલા હાઈવે ઉપર વાહનોની અવર જવર ચાલું છે. આ સમયે હાઇવે ઉપર એક ટ્રક પસાર થાય છે. અને તેનું ટાયર છૂટું પડીને સીધું જ દુકાનમાં ઘૂસી જાય છે. અને સમય સૂચકતાના કારણે દુકાનમાં હાજર લોકોનો આબાદ બચાવ થાય છે.



    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર રીક્ષાનો આબાદ બચાવનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ફૂલ સ્પીડમાં વળાંકમાં વળતાં રીક્ષા પલટી જવાની તૈયારી હતી જોકે, બાજુમાં ઊભેલા એક વ્યક્તિના સપોર્ટના કારણે રીક્ષા પલટી જતાં બચી ગઈ હતી.
    Published by:ankit patel
    First published: