Home /News /gujarat /મોરબી LCBએ ડીઝલની ચોરી પકડી પાડી ! શું માળીયા પોલીસ આનાથી અજાણ હતું? આં કોભાંડ પર અનેક સવાલો...
મોરબી LCBએ ડીઝલની ચોરી પકડી પાડી ! શું માળીયા પોલીસ આનાથી અજાણ હતું? આં કોભાંડ પર અનેક સવાલો...
મોરબી LCBએ ડીઝલની ચોરી પકડી પાડી, જાણો સમગ્ર કૌભાંડ અંગે
છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા આ માળીયા મીયાણાના ઉંડા વિસ્તાર અને ભૌગોલિક સ્થિતિનો લાભ લઈ પોલીસ ન પહોંચી શકે એવી જગ્યાએ ગેર કાયદેસરના ધંધાઓ કરે છે.
મોરબી : રાજકોટ રેન્જ IG અશોકુમાર યાદવનાં માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા પોલીસ સ્પેશ્યિલ ડ્રાઇવ અને દારૂ જુગાર તેમજ SOGની કામગીરીમાં હાલ અવ્વલ નંબર મેળવી રહી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા આ માળીયા મીયાણા પોલીસમથકના ઉંડા વિસ્તાર અને ભૌગોલિક સ્થિતિનો લાભ લઈ પોલીસ ન પહોંચી શકે એવી જગ્યાએ ગેરકાયદેસરના ધંધાઓ ચાલતા હોય છે.
તમને જણાવી દઈએ કે, પોલીસને બાતમી મળે તેના જ સહકર્મીઓ દ્વારા માહિતી બૂટલેગરો સુધી પહોંચાડી દેતા હોય છે અને આ રીતે જુદી જ મોડસ ઓપરેન્ડરીથી ગુના આચરી રહ્યા છે. જે નવલખી પોર્ટથી શરૂ થઈ કચ્છ હાઇવે સુધી ટચ કરે છે, જેમાં ડીઝલ, કોલસા, ખનીજ, લોખંડ, કેમિકલ, બોકસાઈટ ચોરી સહિતના ધંધાઓ અસામાજિક તત્વો માટે મુખ્ય ધંધાઓ માનવામાં આવે છે.
ત્યારે ગત રાત્રીના SP રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ અને પીએસઆઈ કે જે ચૌહાણ સહિતની એલસીબી ટીમ દ્વારા આજે માળીયા જામનગર હાઇવે પર આવેલ હોટેલ પાછળ ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી દિધો છે જેમાં આરોપી હરદેવ ઉર્ફે લાલો પ્રભાતભાઈ બોરીચા રહે જસાપર તા.માળીયા જી.મોરબી અને વિનોદ મેવાલાલ પટેલ રહે.મછલ્લી શેહર જી.જોનપુર ઉત્તરપ્રદેશ વાળાની ટ્રક અને ચોરીના ડીઝલનાં મુદામાલ મળી કુલ ૩૯.૦૨ લાખ સાથે ધરપકડ કરી છે.
મોરબીમાં રહેતો ત્રીજો આરોપી હકા બાબુ . મોરબી વાળાની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, આ એક માળીયા મિયાણા LCB દ્વારા પકડવામાં આવેલ ડીઝલ ચોરી રેકેટ એક નાનું નજરાણું માનવામાં આવી રહ્યું છે. આ સીવાયના અનેક કોભાંડ આ વિસ્તારમાં ચાલતા હોવાની ચર્ચાઓ પણ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. ત્યારે જો પકડાયેલ આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવે તો માળીયા પોલીસના પણ અનેક રાજ ખૂલે તેેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.
માળીયા મિયાણાનાં નવલખી અને અન્ય આવા વિસ્તારો જ્યાં પોલીસ ન પહોચી શકે અથવા પોલીસ પહોંચે એ પહેલા તેઓને બાતમી મળી જતી હોય છે તેના પર આં મોરબી LCBનો તમાચો છે. હાલ પોલીસે આરોપીઓ કેટલાં સમયથી આ ડીઝલ ચોરી કરી રહ્યા હતા અને કોની મીઠી નજર હેઠળ આ ડીઝલ ચોરી ચાલુ હતી તેની તપાસ હાથ ધરી છે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર