Home /News /gujarat /Morbi Bridge Collapse: કોર્ટમાં રજૂ કરાયેલ 4 આરોપીઓની વધારાની રિમાન્ડ અરજી નામંજૂર

Morbi Bridge Collapse: કોર્ટમાં રજૂ કરાયેલ 4 આરોપીઓની વધારાની રિમાન્ડ અરજી નામંજૂર

મોરબી બ્રિજ મામલે કોર્ટનો નિર્ણય

Morbi Bridge Collapse: મોરબી બ્રિજ અકસ્માતમાં સામૂહિક જાનહાનિ બાદ પકડાયેલા આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ક્રોસ વેરિફિકેશનની માગણી કરતાં પોલીસે આરોપીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જે.ખાનની કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ ચીફ જસ્ટિસે રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી.

વધુ જુઓ ...
    મોરબી: મોરબી બ્રિજ અકસ્માતમાં મોટાપાયે જાનહાનિ થયા બાદ પકડાયેલા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ પુરા થતા તેઓને ફરીથી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ક્રોસ વેરિફિકેશનની માગણી કરતાં પોલીસે આરોપીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જે.ખાનની કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ ચીફ જસ્ટિસે રિમાન્ડની અરજી ફગાવી દીધી હતી.

    આ પણ વાંચો: Morbi Bridge Collapse: 'મારું કોણ' મોરબી દુર્ઘટનામાં પિતા-બે ભાઇ ગુમાવતા નોંધારી બની આ દીકરી!

    પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલે આ બાબતે અનેક દલીલો કરી છે. આરોપી દિનેશ દવે અને દીપક પારેખ કે જેઓ ઓરેવા કંપનીના સંચાલક છે તેમની શું ભૂમિકા છે? કલેક્ટર કચેરી અને નગરપાલિકામાં ક્યારે બેઠક યોજાઈ હતી અને તે બેઠકમાં કોણ-કોણ હાજર રહ્યા હતા. તેમના દસ્તાવેજો માટે મોરબી કલેક્ટર કચેરી, રાજકોટ કલેક્ટર કચેરી અને મોરબી નગરપાલિકા પાસેથી દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે. દસ્તાવેજ આવ્યા બાદ જ નક્કી થશે કે દિનેશ અને દીપકની ભૂમિકા શું છે.

    આરોપીના વકીલે પોલીસ રિમાન્ડનો વિરોધ કર્યો હતો

    આરોપીની પૂછપરછ અને આ અકસ્માતની તપાસ માટે બંને આરોપીઓના ફરધર રિમાન્ડની જરૂરિયાત સમજાવતા પોલીસ અધિકારી અને સરકારી વકીલે કોર્ટમાં દલીલો કરી હતી. જ્યારે આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ અગાઉ જે ગ્રાઉન્ડ પર રિમાન્ડ આપવામાં આવ્યા છે તે જ ગ્રાઉન્ડ પર ફરીથી રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. રિમાન્ડની માંગણી પર આરોપીના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, જ્યાંથી દસ્તાવેજો એકત્ર કરવાના હોય તે તમામ સરકારી કોર્ટમાંથી લેવાના હોય છે, તો આરોપીની પોલીસ કસ્ટડીની જરૂર નથી. જે બાદ રિમાન્ડ અરજી નામંજૂર કરવામાં આવી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Morbi bridge collapse, Morbi News

    विज्ञापन
    विज्ञापन