મોરારિ બાપુએ કહ્યું - અમિત શાહ હિંમતપૂર્વક નિર્ણય લે છે જે સરદારની યાદ અપાવે છે


Updated: January 26, 2020, 5:07 PM IST
મોરારિ બાપુએ કહ્યું - અમિત શાહ હિંમતપૂર્વક નિર્ણય લે છે જે સરદારની યાદ અપાવે છે
જયપુર: જાણીતા કથાવાચક મોરારી બાપુ (Morari Bapu)ની મુશ્કેલી વધી છે. કથાવાચક મોરારી બાપુ પર ભગવાન શ્રીકૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ સાથે રાજધાની જયપુરના કાલવાડ પોલીસ સ્ટેશન (Kalwar police Station)માં એક પરિવારે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ સંત સૌરભ રાધવેન્દ્ર આચાર્ય મહારાજ નામના એક વ્યક્તિએ નોંધાવી

મોરારિ બાપુએ અમિત શાહ સાથે તેમની વચ્ચેના અંગત સંબંધો વિશે વાતચીત કરતા કહ્યું હતું કે અમિત શાહ જ્યારે પણ મને ફોન કરે છે ત્યારે એમ કહે છે કે બાપુ હું આપનો અમિત બોલુ છું

  • Share this:
રાજકોટ : રાજકોટ જિલ્લાના વીરપુર ગામે અન્ન ક્ષેત્ર દ્વીશતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરારિ બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 જાન્યુઆરીના રોજ રામકથાનો પ્રારંભ થયો હતો. જ્યારે આજે રવિવારના રોજ રામકથાનો અંતિમ દિવસ હતો. વ્યાસપીઠ પરથી મોરારિ બાપુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સરખામણી પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી હતી. મોરારિ બાપુએ વ્યાસપીઠ પરથી શ્રોતાઓને સંબોધતા કહ્યું હતું કે અમિત શાહ હિંમતપૂર્વક નિર્ણય લે છે જે તેમને સરદારની યાદ અપાવે છે. અંતિમ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના ધર્મ પત્ની અંજલી રૂપાણી સાથે હાજર રહ્યા હતા.

મોરારિ બાપુએ અમિત શાહ સાથે તેમની વચ્ચેના અંગત સંબંધો વિશે વાતચીત કરતા વ્યાસપીઠ પરથી શ્રોતાઓને જણાવ્યું હતું કે અમિત શાહ જ્યારે પણ મને ફોન કરે છે ત્યારે એમ કહે છે કે બાપુ હું આપનો અમિત બોલુ છું. મોરારિ બાપુએ વધુમાં કહ્યું હતું કે મારી તલગાજરડી આંખોથી હું અમિતમાં નીડરતા, શોર્ય અને ધન્યતા જોઈ શકું છું. આર્ટિકલ 370 અંગે અમિત શાહે સંસદમાં આપેલા ભાષણ દરમિયાન જે મુજફફર રજમીની ગઝલનો શેર કહ્યો હતો. તે જ શેર મોરારિ બાપુએ શ્રોતાઓને આજે વ્યાસપીઠ પરથી કહ્યો હતો. શેર આ પ્રમાણે કહ્યો હતો - ‘‘ઇસ રાજ કો ક્યાં જાને સાહિલ કે તમાશાઇ, હમ ડૂબ કે સમઝે હૈ દરિયા તેરી ગહરાઇ, ઇસ રાજ કો ક્યાં જાને, 370 કો યહ લોગ ક્યાં જાને’’

મોરારિ બાપુએ અમિત શાહ અંગે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે અમિત શાહ સંસદમાં પોતાનાા વિરોધીઓને પણ કહી દે છે કે વાત તો તમારે સાંભળવી જ પડશે. હિન્દુસ્તાનની જનતાએ અમને ચૂંટીને મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરારિ બાપુ આ અગાઉ ઘણી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં વ્યાસપીઠ પરથી નિવેદન આપી ચૂક્યા છે.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading