આ વખતે કેવું રહેશે ચોમાસું, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આવી આગાહી

આ વખતે કેવું રહેશે ચોમાસું,  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આવી આગાહી
આ વખતે કેવું રહેશે ચોમાસું, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આવી આગાહી

સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન

  • Share this:
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વખતે ચોમાસું સંપૂર્ણ પણે સારુ રહેશે તેવી આગાહી કરી છે. જોકે તેમણે જણાવ્યું છે કે રોગ જીવાતના સંરક્ષણ સામે પાક બચાવવા પગલા જરુર લેવા પડશે.

અંબાલાલવી આગાહી આ મુજબ છે- આગામી તારીખ 10 જુન સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ વગેરે ભાગ તેમજ પૂર્વ ગુજરાતના ભાગ અને ગુજરાત સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.

- તારીખ 11 થી 17 સુધીમાં ચોમાસું બળવત્તર બને, અરબ સાગર અને બંગાળના ઉપસાગરનું વહન ભારતના ઘણા ભાગોમાં વરસાદ લાવી શકે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.

આ પણ વાંચો  FSSAI દ્વારા જાહેર કરાયેલા ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

- માળવામાં થતું હવાનું હળવું દબાણ અરવલ્લી ના ભાગો, સાબરકાંઠાના ભાગો ,ઉત્તર ગુજરાતના ભાગો ,અમદાવાદ, મધ્ય ગુજરાતના ભાગો ભાગો ,સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદ લાવી શકે તેવી સંભાવના જોવાઇ રહી છે

- આગામી 10 થી 12 જૂન મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તારીખ 14 15 16 જુનમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થાય તેવી પણ સંભાવના છે.

- દક્ષિણ ગુજરાતમાં 14, 15, 16ના ભારે વરસાદની સંભાવના છે. તારીખ 21 થી 25માં પણ વરસાદ થવાની શક્યતા છે. આગામી 29 જૂનથી જુલાઈની શરૂઆતમાં નિરંતર ચોમાસુ આવવાની શક્યતા છે.

- તારીખ 14, 15,16 માં આવનાર વરસાદ વિવિધ પાકોમાં જીવાત લાવશે. મૃગ શીર્ષ નક્ષત્રમાં વરસાદ થતો હોવાથી ઉગેલા કૃષિ પાકોમાં કાતરાને ખપેડી પડવાની શક્યતા રહેતી હોય છે.

- ખપેડીને કાંતરા પડવાને કારણે ખેડૂતોએ અગાઉથી પાક સંરક્ષણના પગલા લેવાની જરુર પડશે. જે ભાગોમાં કાતરા પડે ત્યાં વરસાદ ઠંડુ વાતાવરણ પણ રાખી શકે.
Published by:Ashish Goyal
First published:June 08, 2020, 18:35 pm

ટૉપ ન્યૂઝ