ગુજરાતમાં આ બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો મેધ કયા વિસ્તારોને ઘમરોળશે

News18 Gujarati
Updated: June 16, 2020, 9:51 AM IST
ગુજરાતમાં આ બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો મેધ કયા વિસ્તારોને ઘમરોળશે
હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

  • Share this:
અમદાવાદ : અસહ્ય બફારા બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતો હોય છે. ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. જે બાદ વિધિવત રીતે ચોમાસુ પણ બેસી ગયું છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી બે દિવસ એટલે 18 અને 19 જૂન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગે આ અંગે જણાવતા કહ્યું કે, 'ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે. નૈઋત્યના ચોમાસાએ દીવ અને ઉત્તર અરેબિયન સમુદ્રના કેટલાક હિસ્સામાં પ્રવેશ કર્યો છે. નોર્ધન લિમીટ ઓફ મોન્સૂન (એનએલએમ) હવે કંડલા, અમદાવાદ, ઇન્દોરથી પસાર થઇ રહ્યું છે. મંગળવારે ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ-ગીર સોમનાથ, બુધવારે વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ગીર, સોમનાથ, દીવ, ગુરૂવારે નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, દીવ, શુક્રવારે ભરૂચ, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ જ્યારે શનિવારે ભરૂચ, સુરત, અમરેલી, ગીર, સોમનાથ, દીવમાં ભારે વરસાદપડી શકે છે.'

આ પણ વાંચો- વડોદરા : જમાઈએ જીવલેણ હુમલો કરતા સસરાનું મૃત્યું અને સાસુની હાલત ગંભીર

આ પણ જુઓ - 

જ્યારે અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી શુક્રવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટાં પડશે. આગામી શનિવાર-રવિવાર દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. ગઇકાલે અમદાવાદમાં ભેજનું પ્રમાણ 81% અને દિવસનું તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું હતું. 
First published: June 16, 2020, 8:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading