Home /News /gujarat /Astro Tips: પૈસા ગણતી સમયે ક્યારે ન કરતા આ ભૂલ, બનાવી દેશે કંગાળ

Astro Tips: પૈસા ગણતી સમયે ક્યારે ન કરતા આ ભૂલ, બનાવી દેશે કંગાળ

પૈસા ગણતી સમયે આ ભૂલો ન કરવી

Money Astro Tips: પૈસાની ગણતરી કરતી વખતે આપણે ક્યારેક ઉતાવળમાં જાણ્યે-અજાણ્યે કેટલીક એવી ભૂલો કરી બેસીએ છે જેના કારણે ધન અને વૈભવની દેવી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

નાણાકીય કટોકટી એ જીવનની સૌથી મોટી સમસ્યા છે. પરંતુ આ સમસ્યા ત્યારે વધુ મોટી બની જાય છે જ્યારે સખત મહેનત કરવા છતાં પણ ઘરમાં આર્થિક સંકટ હોય અથવા પૈસા આવે, પરંતુ તે આંખના પલકારામાં હાથમાંથી નીકળી જાય. વાસ્તવમાં આ બધું દોષના કારણે થાય છે. મા લક્ષ્મીને ધન અને સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે, જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે ત્યાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતું. પરંતુ જો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય તો ઘરમાં ગરીબી આવે છે. જો કે, દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માંગે છે.

પરંતુ ક્યારેક જાણ્યે-અજાણ્યે આપણે કેટલીક એવી ભૂલ કરી બેસીએ છે જેના કારણે મા લક્ષ્મી નારાજ થઈ જાય છે. આમાંથી રૂપિયા ગણતી વખતે થયેલી ભૂલો પણ સામેલ છે. જાણો દિલ્હીના આચાર્ય ગુરમીત સિંહ જી પાસેથી પૈસા ગણતી વખતે કઈ ભૂલો ટાળવી જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

રૂપિયા ગણતી વખતે આ ભૂલો પડી શકે ભારે


થુંક લગાવી નોટ ગણવાની આદત

ઘણા લોકોને નોટો ગણતી વખતે આંગળીઓ પર થૂંક લગાવવાની આદત હોય છે. કેટલાક લોકો નોટો ગણતી વખતે અંગૂઠા પર થુંક લગાવે છે. આ પછી, ઉતાવળમાં પૈસાની ગણતરી કરે છે. ભલે તે નોટો ગણવાનું સરળ બનાવે છે અને તમારો સમય બચાવે છે. પરંતુ આ આદત ગંદી અને ખોટી છે અને તેનાથી પૈસાનું નુકસાન થાય છે.

આ પણ વાંચો: Vastu Tips: ખિસ્સામાં પૈસા ટકતા નથી તો પર્સમાંથી હટાવી દો આટલી વસ્તુઓ

નોટો પર થૂંક લગાવવું સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખોટું છે, તેને દેવી લક્ષ્મી અને પૈસાનું અપમાન માનવામાં આવે છે. તેથી આજે જ થુંક લગાવી નોટો ગણવાની આદત છોડી દો. જો તમને ચોટેલી નોટો ગણવી મુશ્કેલ લાગે, તો તમે તમારી આંગળી પર પાણી લગાવી શકો છો.

પૈસાને ઉછાળવું કે ફેંકવું

કેટલાક લોકો રમકડાની જેમ સિક્કા ફેંકે છે, જે ખૂબ જ ખોટી રીત માનવામાં આવે છે. તે જ સમયે વ્યક્તિએ નોટ અને સિક્કા ફેંકીને ન આપવા જોઈએ. આ ફક્ત એ વ્યક્તિનું જ અપમાન નથી જેને તમે પૈસા ફેંકીને આપો છો. પરંતુ મા લક્ષ્મીનું પણ અપમાન છે. આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય માતા લક્ષ્મીનો વાસ થતો નથી.

આ પણ વાાચો: Vastu Tips: આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો બાથરૂમમાં રાખો આ કલરની ડોલ, પછી જુઓ ચમત્કાર

ગમે ત્યાં પૈસા ફેંકવાની આદત

કેટલાક લોકો બહારથી ઘરે આવે ત્યારે પૈસા અહીં-ત્યાં ફેંકી દે છે. આ પૈસાનું અપમાન છે. આ આદતને કારણે તમે હંમેશા આર્થિક સંકટનો સામનો કરી શકો છો, તેથી પૈસા હંમેશા વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. પૈસા હંમેશા પર્સમાં અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા જોઈએ.
First published:

Tags: Astrology, Money Astrology, Money tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો