ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરિક્ષા આવતી કાલથી શરૂ થઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ સાનુકુળ વાતાવરણમાં પરિક્ષા આપે તે માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાંથી 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.
આવતીકાલથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ઘો.10 અને ધો.12ની પરિક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં 1548 કેન્દ્રો પર 17,14,979 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. વિદ્યાર્થીઓ શાંત અને સુમેળભર્યા વાતાવરણમાં પરિક્ષા આપે તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને 144 કલમ લાગુ કરી દેવમાં આવી છે. પરિક્ષાના સમય દરમિયાન કેન્દ્રની બહાર લાઉડ સ્પીકર વગાડવા તેમજ ઝેરોક્ષની દુકાનો બંઘ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
પરિક્ષા કેન્દ્રો પર મોબાઇલ લઇને ચોરી કરાયાની અને પેપર લીક થવાની ઘટના પહેલા પણ સામે આવી હતી જેને લઇને કેન્દ્રો પર મોબાઇલ તેમજ અન્ય ઇલેકટ્રોનિક ડિવાઇસ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, અને પરિક્ષા કેન્દ્રમા અધિકૃત વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે.
પરિક્ષામાં વિકલાંગ વિદ્યાર્થીઓને પણ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ફાળવવા માટે સ્કુલોને આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ધો.10માં દ્રશ્ટિહીન વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ લીપીવાળા પેપરની વ્યવસ્થા પ્રથમવાર દાખલ કરવામાં આવી છે. દ્યાર્થીઓને કોઇપણ પ્રકારનો સામનો કરવો ન પડે તે માટે બોર્ડ તેમજ અમદાવાદ ડીઇઓ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર