Home /News /gujarat /ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ફટકો! બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં નહીં રમી શકે આ સિનિયર ખેલાડી

ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ફટકો! બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં નહીં રમી શકે આ સિનિયર ખેલાડી

મોહમ્મદ શમી સિરાઝ

આવતીકાલથી શરૂ થનાર બાંગલાદેશ સામેની વન-ડે શ્રેણીમાં ભારતીય સિનયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ નહીં રમી શકે કારણ કે તે ઇજાગ્રસ્ત થઈ ગયો છે.

    ભારતીય ક્રિકેટ ટીમ બાંગલાદેશ પ્રવાસે પહોંચી છે. ત્યાંથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. એવું જાણવા મળી રહ્યું છે કે સિનયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ શ્રેણીમાં નહીં રમી શકે કારણ કે તે ઇજાગ્રસ્ત થઈ ગયો છે.

    ઢાકામાં ચાર ડિસેમ્બરે પ્રથમ વન-ડે મેચ રમાવાની છે. ત્યારે આ ખરાબ સમાચારને કારણે ટીમને મોટો ફટકો પડી શકે છે. પ્રેક્ટિસ દરમિયાન થયેલી ઇજાના કારણે આવતીકાલે રમાનાર વન-ડેમાં તો નહીં પરંતુ આખી શ્રેણીમાં કદાચ ભારતીય બોલર નહીં રમી શકે એવું માનવમાં આવી રહ્યું છે.



    ફાસ્ટર ઉમરાન મલિક જોડાશે 

    શમી ઇજાગ્રસ્ત થવાના કારણે હવે જમ્મુ કશ્મીરનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ટીમ સાથે જોડાશે. મોહમ્મદ શમી ટીમનો પ્રોમિસિંગ બોલર છે રેગ્યુલર ફાસ્ટ બોલર છે પરંતુ ફાસ્ટ બોલર્સને ઇજાના કારણે ઘણી તકલીફો ભોગવવી પડતી હોય છે. બૂમરાહ પણ ઇજાના કારણે વર્લ્ડ કપ ગુમાવી ચૂક્યો છે ત્યારે હવે બાંગલાદેશ સામેની વન-ડે શ્રેણીમાં શમીના સ્થાને ઉમરાન મલિકને સ્થાન મળ્યું છે. આવતા વર્ષે ભારતમાં વર્લ્ડકપ રમાવાનો છે. ત્યારે હવે ભારતીય ટીમ પર એક વર્લ્ડકપને લાયક ટીમ તૈયાર કરવાની જવાબદારી આવી ગઈ છે.

    આ પણ વાંચો: Vijay Hazare Trophy: ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓ માટે ગૌરવની વાત, સૌરાષ્ટ્રનો ફાઇનલમાં મહારાષ્ટ્ર સામે વિજય, બીજી વખત જીત્યું ટાઇટલ

    પ્રેક્ટિસ સેશનમાં થઈ ઇજા 

    PTI ના અહેવાલ અનુસાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજા થઈ હતી અને ઇજા કેટલી વધારે છે તે જણાવાયું નથી પણ આખી શ્રેણીમાંથી બોલર બહાર થઈ જતાં ફેંસ અંદાજો લગાવી શકે છે કે ઇજા વધારે જ થઈ હશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Cricket New in Gujarati, IND Vs BAN, India vs Bangladesh, Mohammad shami, Umran Malik

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन