‘મોદીએ 15 ઉદ્યોગપતિઓને 3.5 લાખ કરોડની લોન આપી અને માફ કરી દીધી'

News18 Gujarati
Updated: November 10, 2018, 3:14 PM IST
‘મોદીએ 15 ઉદ્યોગપતિઓને 3.5 લાખ કરોડની લોન આપી અને માફ કરી દીધી'
રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ છત્તિસગઢમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભાને સંબોધન કરતી વખતે આ આક્ષેપ કર્યો હતો

  • Share this:
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર ફરી વખત હુમલો કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે, નરેન્દ્ર મોદીએ તેમની માનિતા 15 ઉદ્યોગપતિઓને દેશની તિજોરીની ચાવી આપી દીધી છે અને આ ઉદ્યોગપતિઓએ 3.5 લાખ કરોડની લોન આપીને પછી માફ કરી દીધી છે.

રાહુલ ગાંધીએ છત્તિસગઢમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભાને સંબોધન કરતી વખતે આ આક્ષેપ કર્યો હતો.

તેમણે રેલીને સંબોધન કરતા કહ્યું કે, “હું ઇચ્છુ છુ કે, છત્તિસગઢ અને મધ્યપ્રદેશ ખેતીનાં વિકાસનાં કેન્દ્રો બને અને સમગ્ર દેશને ફળો અને શાકભાજી પુરા પાડે. છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીએ દેશની જનતાનાં 3.5 લાખ કરોડ રૂપિયા દેશનાં કેટલાક ધનવાન માણસોને આપી દીધા છે. જ્યારે સમગ્રે દેશમાં ગામડાઓમાં રોજગારી આપતી નરેગા યોજનાને ચલાવવા માટે 35,000 કરોડ રૂપિયાની જરૂર છે. આનાથી દશ ગણી રકમ તેમણે ઉદ્યોગપતિઓને લોન રૂપે આપી દીધી અને એ લાન માફ કરી દીધી. મોદીએ દેશની તિજોરીની ચાવી ઉદ્યોગપતિઓને આપી છે પણ કોંગ્રેસ આ દેશની તિજોરીની ચાવી ખેડૂતોને આપવા માંગે છે, યુવાનો અને આદિવાસીઓને આપવા માંગે છે”.

છત્તિસગઢ વિધાનસભામાં 90 બેઠકો છે. ત્યાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. મધ્યપ્રદેશમાં નવેમ્બર 28નાં રોજ મતદાન યોજાશે. આ તમામ વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો 11 ડિસેમ્બરનાં રોજ જાહેર થશે.

 
First published: November 10, 2018, 3:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading