મોદી બાંગ્લાદેશ પ્રવાસ માટે રવાના, મમતા બેનર્જી પણ સાથે જોડાશે
મોદી બાંગ્લાદેશ પ્રવાસ માટે રવાના, મમતા બેનર્જી પણ સાથે જોડાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે બાંગ્લાદેશના પ્રવાસે જવા માટે આજે સવારે રવાના થયા છે. પીએમના આ પ્રવાસથી ભારત પોતાના પાડોશી દેશ બાંગ્લાદેશને એક અરબ ડોલરની આર્થિક મદદ પણ કરશે. સાથોસાથ વેપાર ઉદ્યોગમાં પણ વધારો કરાશે. આ પ્રવાસમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સાથે જોડાયા છે. જોકે તેઓ શુક્રવારે ઢાકા પહોંચી ગયા છે.

નવી દિલ્હી # વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે બાંગ્લાદેશના પ્રવાસે જવા માટે આજે સવારે રવાના થયા છે. પીએમના આ પ્રવાસથી ભારત પોતાના પાડોશી દેશ બાંગ્લાદેશને એક અરબ ડોલરની આર્થિક મદદ પણ કરશે. સાથોસાથ વેપાર ઉદ્યોગમાં પણ વધારો કરાશે. આ પ્રવાસમાં પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સાથે જોડાયા છે. જોકે તેઓ શુક્રવારે ઢાકા પહોંચી ગયા છે.
વડાપ્રધાનના આ પ્રવાદ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સીમા મામલે પણ વાતચીત થશે. સવારે ઢાકા પહોંચ્યા બાદ મોદીનો પહેલો કાર્યક્રમ શહીદ સ્મારકે જવાનો હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં શેખ હસીનાએ રાત્રિ ભોજનનું પણ આયોજન કર્યું છે.
ત્યાર બાદ રવિવારે મોદી શ્રીઢાકેશ્વરી મંદિર, રામકૃષ્ણ મિશન અને ઢાકામાં ભારતીય દૂતાવાસ સંકુલની પણ મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના વામપંથી દળોના નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરશે. વતન પાછા આવતાં પહેલા મોદી બંગબંધુ સ્ટેડિયમમાં બાંગ્લાદેશના અલગ અલગ સમુદાયના લોકોને પણ સંબોધન કરશે.
વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સાથે રહેશે. તે શુક્રવારે ઢાકા પહોંચી ગયા છે. આ પ્રવાસ દરમિયાન તીસ્તા જળ વિવાદ અંગે પણ વાતચીત થશે. આ એક ઐતિહાસિક મુલાકાત માનવામાં આવી રહી છે. જેનાથી બંને દેશો વચ્ચે સબંધો મજબૂત થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર