ચાલુ વિધાનસભાએ 'ગપ્પા' મારતાં ધારાસભ્યો પર અધ્યક્ષ ગુસ્સે થયા

News18 Gujarati
Updated: July 16, 2019, 6:14 PM IST
ચાલુ વિધાનસભાએ 'ગપ્પા' મારતાં ધારાસભ્યો પર અધ્યક્ષ ગુસ્સે થયા
લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ, અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને સ્પીકરે ઠપકો આપ્યો

લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ, અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને સ્પીકરે ઠપકો આપ્યો

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં આજે સુરતના ઓલપાડ મત વિસ્તારના ધારાસભ્ય મુકેશ પટેલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે એકબીજા સાથે વાતચીત કરતા હોવાના કારણે અધ્યક્ષે ઠપકો આપ્યો હતો. વિધાનસભા અને લોકસભાના સત્રો દરમિયાન જનપ્રતિનીધીઓએ સદનના નિયમનો પાલન કરવાનું હોય છે. સદનના નિયમો મુજબ, મોબાઇલ કે ગેજેટ્સના ઉપયોગ તેમજ એકબીજા સાથે વાતચીત કરવાની મનાઇ હોય છે તેમ છતાં ધારાસભ્યો અને સાંસદો આવા નિયમો તોડતા જોવા મળે છે. ગુજરાત વિધાનસભામાં પણ આજે કઈક આવું જ બન્યું હતું.

સુરત જિલ્લાના બે ધારાસભ્યો ગપ્પા મારતા ઝડપાયા બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ઠપકો આપ્યો હતો. અધ્યક્ષના ઠપકા બાદ ધારાસભ્યોએ વાતચીત ન કરી હોવાનું રટણ કરતા અધ્યક્ષે તેમને વીડિયો બતાવી પૂરાવા રજૂ કરવાની વાત પણ કરી હતી.

આ પણ વાંચો : શિક્ષણ માફિયાઓને બખ્ખા, બે વર્ષમાં માત્ર એક જ સરકારી કોલેજને મંજૂરી

ઉલ્લેખનીય છે કે સ્પીકર પાસે સત્તા હોય છે કે તે ધારાસભ્યોને નોટિસ ફટકારી શકે છે અથવા તો સદનના નિયમોનું પાલન ન કરવા બદલ સસ્પેન્ડ પણ કરી શકે છે. ગુજરાત વિધાનસભામાં અગાઉ શંકર ચૌધરી પણ આ મુદ્દે વિવાદમાં આવી ચુક્યા છે. વર્ષો પહેલાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે આઇપેડનો ઉપયોગ કરવા બદલ ચૌધરી સામે હોબાળો થયો હતો.

આ પણ વાંચો : છેલ્લા બે વર્ષમાં 74 વ્યક્તિ ગેરકાયેદસર લાયલ શો કરતા પકડાયા

ગૃહમાં મુકેશ પટેલ અને સંગીતા પાટીલને બેઠકો સાથે છે, દરમિયાન બંને ધારાસભ્યો વાતચીત કરી હતી. રીસેશ પુરી થયા બાદ બંને ધારાસભ્યો ગૃહમાં આવી બેસી અને વાતચીત કરતા હતા ત્યારે અધ્યક્ષે મનાઇ ફરમાવી હતી. જોકે, સંગીતા પાચટીલે વાતો ન કરતા હોવાનો ઇશારો કર્યો હતો. આથી અધ્યક્ષે ઠપકો આપતા કહ્યું હતું કે આપ કહો તો વીડિયો રેકોર્ડિંગ બતાવું.
First published: July 16, 2019, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading