ધાર્મિક કાર્યક્રમ અને ડાયરામાં નોટોનો વરસાદ થવો તે એક સામાન્ય વાત બની ગઇ છે. ત્યારે પાટણમાં ફરી એક ધાર્મિક કાર્યક્રમમાં નોટોનો વરસાદ થતાનો વીડિયો સામે આવ્યો છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ફરી ચલણી નોટોનો વરસાદ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.
પાટણના છાણીયાથર ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ચલણી નોટો ઉડાવી હતી. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સંતવાણી કાર્યક્રમમાં લવિંગજી ચલણી નોટો ઉડાડતા દેાખાયા હતા. ભજનિક બિરજુ બારોટની સંતવાણી કાર્યક્રમમાં નોટોનો વરસાદ થયો હતો. તમને જણાવી દઇએ કે, રાધનપુરના છાણીયાથર ગામે ગત રાતે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.
છાણીયાથર ગામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમા ભજનિક બિરજુ બારોટની સંતવાણી કાર્યક્રમનો લ્હાવો લેતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ફરી ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. જોકે આ દરમિયાન ત્યાં હાજર લોકોએ લવીંગજી એ ચલણી નોટોનો વરસાદ કર્યો તેનો વીડિયો બનાવી લીધો હતો. જે હવે વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર