Home /News /gujarat /

કોરોનાના લક્ષણ હોવા છતાંય CM રૂપાણીને મળવા પહોંચ્યા હતા ઈમરાન ખેડાવાલા, CMOએ નારાજગી વ્યક્ત કરી

કોરોનાના લક્ષણ હોવા છતાંય CM રૂપાણીને મળવા પહોંચ્યા હતા ઈમરાન ખેડાવાલા, CMOએ નારાજગી વ્યક્ત કરી

બે દિવસથી તાવ, શરદી અને ઉધરસ હોવા છતાંય ઈમરાન ખેડાવાલા વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજાને કેમ મળ્યા?

બે દિવસથી તાવ, શરદી અને ઉધરસ હોવા છતાંય ઈમરાન ખેડાવાલા વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજાને કેમ મળ્યા?

    અમદાવાદઃ જમાલપુર-ખાડીયાના કૉંગ્રસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) કોરોના પોઝિટિવ (Coronavirus) હોવાનું સામે આવ્યું છે. ઈમરાન ખેડાવાલાને તાવ, ઉધરસ, શરદીના લક્ષણો હતા તેમ છતાંય તેમની મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સાથેની મુલાકાત પર સવાલ ઊભા થઈ રહ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ વાતની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કે જ્યારે લક્ષણ જોવા મળી રહ્યા હતા તો તેઓ મુખ્યમંત્રીને મળવા કેમ આવ્યા.

    જોકે, ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ આવવાનો બાકી હતો છતાંય આ સંજોગોમાં તેમણે અન્ય કોઈને પણ મળવાનું ટાળવાનું હતું. તેમ છતાંય મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)ના સાથે મુલાકાત કરી હતી. મંગળવાર સાંજે રિપોર્ટ પોઝિટિવ આવતાં ઘટનાની ગંભીરતા વધી ગઈ છે.

    મુખ્યમંત્રી કાર્યાલય (Chief Minister Office) તરફથી કહેવામાં આવ્યું છે કે, ઈમરાન આ બેઠકમાં જ્યારે પહોંચ્યા તો તે પહેલા પોતાનો કોરોનો ટેસ્ટ કરાવ્યો હતો. એવામાં તેમણે બહાર નહોતું આવવાનું. CM કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રીથી દૂર બેઠા હતા. તેમ છતાંય એક્સપર્ટ અને ડૉક્ટરોની સલાહ બાદ આગામી નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત બુધવાર સવારે જે કેબિનેટ બેઠક મળવાની હતી તેનો સમય બદલીને સાંજે 4 વાગ્યે કરી દેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, ચીનની ટેસ્ટિંગ કિટમાં ક્વોલિટીના પ્રશ્નો આવતાં ભારતે અન્ય ત્રણ દેશોનો સાધ્યો સંપર્ક

    બીજી તરફ, ઈમરાન ખેડાવાલાની સાથે રહેનારા ધારાસભ્ય ગ્લાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારને હોમ ક્વૉરન્ટાઇનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. AMCના અધિકારી તરફથી જણાવવામાં આવ્યું છે કે ઈમરાન ખેડાવાલામાં કોરોના વાયરસની મંગળવાર સાંજે પુષ્ટિ થઈ છે. તેઓએ જણાવ્યું કે ખેડાવાલાને કોવિડ-19 માટે નિયત કરવામાં આવેલી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. નોંધનીય છે કે, મુખ્યમંત્રીના ગાંધીનગર નિવાસસ્થાને રૂપાણી સાથે થયેલી બેઠકમાં ખેડાવાલા અન્ય કૉંગ્રેસી ધારાસભ્યો સાથે પહોંચ્યા હતા.

    આ પણ વાંચો, AIIMSમાં અનોખો કેસ! કોરોના પોઝિટિવ ડૉક્ટર માતા બની, પણ બાળકને સંક્રમણ નહીં
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन