Home /News /gujarat /

મહિલાની હિંમત જોઇ ટ્રાફિક પોલીસને પરસેવો છુટ્યો, MLAની રસ્તા વચ્ચે મુકેલી કારને લોક માર્યું

મહિલાની હિંમત જોઇ ટ્રાફિક પોલીસને પરસેવો છુટ્યો, MLAની રસ્તા વચ્ચે મુકેલી કારને લોક માર્યું

વલસાડઃવલસાડ ભાજપના ધારાસભ્ય ભરત પટેલ ફરી વખત ચર્ચામાં આવ્યા છે.વલસાડ સ્ટેડીયમ રોડ પર રસ્તા પર પાર્ક કરેલી ધારાસભ્ય ભરત પટેલની કારને ટ્રાફિક પોલીસે તાળું મારી કબજે લીધી હતી.ધારાસભ્યની કારને તાળું લાગતા આ વિષય ચર્ચા કેન્દ્ર બન્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
વલસાડઃવલસાડ ભાજપના ધારાસભ્ય ભરત પટેલ ફરી વખત ચર્ચામાં આવ્યા છે.વલસાડ સ્ટેડીયમ રોડ પર રસ્તા પર પાર્ક કરેલી ધારાસભ્ય ભરત પટેલની કારને ટ્રાફિક પોલીસે તાળું મારી કબજે લીધી હતી.ધારાસભ્યની કારને તાળું લાગતા આ વિષય ચર્ચા કેન્દ્ર બન્યો હતો.

valsad kar2

મહત્વપૂર્ણ છે કે ધારાસભ્યની કાર ફક્ત આજે જ રસ્તા પર ગેરકાયદેસર પાર્ક કરેલી હતી એવું ના હતું.આ રોડ પર ધારાસભ્યનું કાર્યાલય છે.આથી પોતાની ઓફીસની સામે જ રોજ ધારાસભ્યની આ કાર ગેરકાયદેસર રસ્તા વચે જ પાર્ક કરેલી જોવા મળતી હતી.તેમ છતાં આજ સુધી પોલીસે ધારાસભ્યની કારને તાળું મારવાની પોલીસે હિંમત કરી ના હતી.

valsad kar1

પરંતુ આજે સ્ટેડીયમ રોડ પર ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનોને ટ્રાફિક પોલીસ ઝડપી દંડ વસુલ કરી રહી હતી.ત્યારેજ રોડ પર પાર્ક કરેલા એક મહિલાની ગાડી ને પોલીસે લોક મારતા મહિલા વિફરી હતી.અને આ રોડ પર પાર્ક કરેલ તમામ વાહનોને લોક કરી દંડ વસુલ કરવામાં આવે તેવી મહિલાએ માંગ કરી હઠ પર ઉતરતા પોલીસે ના છુટકે રોડ પર પાર્ક કરેલ વાહનોને લોક નરવાની ફરજ પડી હતી.

જોકે ધારાસભ્યની ગેરકાયદેસર પાર્ક કરેલી કાર જોતા પોલીસ અચકાઈ હતી.પરંતુ મહિલાએ ધારાસભ્યની કારને પણ તાળું મારો દંડ વસુલવાની માંગ કરતા પોલીસ વિમાસણમાં મૂકાઇ ગઈ હતી અને અને મામલો ગરમાયો હતો.અને મીડિયા સ્થળ પર પહોચી જતા ના છુટકે ધારાસભ્ય ભરત પટેલની કારને પણ પોલીસે તાળું મારવાની ફરજ પડી હતી.

આમ એક મહિલાએ પોલીસને કાયદો શીખવાડતા પોલીસે ધારાસભ્યની કારને તાળું મારવાની ફરજ પડી હતી આ સમગ્ર મામલો ચર્ચા નું કેન્દ્ર બન્યો હતો.અને મહિલાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.આ એક મહિલાની હઠ પોલીસ સાથે સાથે ધારાસભ્યને પણ ભારે પડી હતી.
First published:

Tags: કાર, ટ્રાફિક પોલીસ, પોલીસ, રાજકારણ, વલસાડ, વિરોધ, વિવાદ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन