Home /News /gujarat /

Mithali Raj Retirement: મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Mithali Raj Retirement: મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Mithali Raj Retirement: મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

Mithali Raj Retirement News : મિતાલી રાજે કહ્યું- આટલા વર્ષોથી તમારા પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ. હું પોતાની બીજી ઇનિંગ્સ તમારા આશીર્વાદ અને સપોર્ટ ઇચ્છીશ

    નવી દિલ્હી : ભારતની મહિલા વન-ડે અને ટેસ્ટ ટીમની કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj)ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની (Mithali Raj Retirement)જાહેરાત કરી છે. તેણે એક સ્ટેટમેન જાહેર કરીને પ્રશંસકોને પોતાના આ નિર્ણયની જાણકારી આપી હતી. મિતાલીએ લખ્યું કે આટલો વર્ષોથી તમારા પ્રેમ અને સપોર્ટ માટે ધન્યવાદ. હું પોતાની બીજી ઇનિંગ્સ તમારા આશીર્વાદ અને સપોર્ટ ઇચ્છીશ.

    મિતાલીએ આગળ કહ્યું કે દરેક સફરની જેમ મારા ક્રિકેટ કારકિર્દીનો પણ એક મોડ આવીને અંત થવાનો હતો. આજે તે દિવસ છે, જ્યારે હું ઇન્ટરનેશનલ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લઇ રહી છું. હું મનમાં હંમેશા ભારતીય ટીમને જીતાડવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી અને તેનો પુરો પ્રયત્ન પણ કર્યો. ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી તેને હું હંમેશા યાદ રાખીશ. મને લાગે છે કે હવે મારા માટે બેટ ટીંગાળી દેવાનો યોગ્ય સમય આવી ગયો છે.

    આ પણ વાંચો - આ 5 ક્રિકેટર્સે પોતાની પિતરાઇ બહેન સાથે કર્યા છે લગ્ન, એક ભારતીય ખેલાડીનું નામ પણ છે લિસ્ટમાં



    મિતાલીએ આગળ લખ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને એક ખેલાડીના રૂપમાં બીસીસીઆઈ અને સચિવ જય શાહ સર પાસેથી મને જે સપોર્ટ મળ્યો તેની હું આભારી છું. આટલા વર્ષો સુધી ટીમની કેપ્ટનશિપ કરવી સન્માન અને ગર્વની વાત છે. મને તેનાથી શાનદાર ઇન્સાન બનવામાં મદદ કરી અને આશા રાખું છું કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને તેનો ફાયદો થયો હશે.

    આ પણ વાંચો - ગુરુવારથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણી, જાણો કઇ ટીમ ટીમનું પલડું છે ભારે

    મિતાલીએ કહ્યું કે મારી આ સફર ભલે ખતમ થઇ ગઇ હોય પણ બીજા રાહ જોઈ રહ્યા છે. હું પોતાને આ રમત સાથે જોડે રાખવા માંગીશ. હું ભારત અને દુનિયામાં વુમેન્સ ક્રિકેટને આગળ વધારવાની દિશામાં યોગદાન આપવા માટે તૈયાર છું. બધા પ્રશંસકોનો મને પ્રેમ અને સપોર્ટ કરવા માટે આભાર.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Indian Cricket, Mithali Raj

    આગામી સમાચાર