ન્યૂઝ 18 ગુજરાતી : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં કુદરતી પાણીના સ્ત્રોત ઉંચા આવે તેમજ વરસાદી પાણીના જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે. જનભાગીદારી પ્રેરિત આ સુજલામ સુફલામ જળ અભિયાન પરિણામે છેલ્લા બે વર્ષમાં 23,553 લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે. આ અભિયાનના કારણે રાજ્યનાં 9700 વરસાદી તળાવો અને 4600 ચેકડેમો સંપૂર્ણપણે ભરાયાં છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ચાલુ વર્ષે પણ મેઘરાજાની મહેર થતાં લગભગ 95 ટકા જેટલો વરસાદ રાજ્યમાં થઇ ગયો છે ત્યારે રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિ અને આયોજનના પરિણામે આ અભિયાન હેઠળ જે તળાવો ઊંડા કરાયા હતા અને ચેકડેમનું ડિસીલ્ટીંગ કર્યુ હતું એ પૈકી મોટાભાગના તળાવો-ચેકડેમમાં નવો જળસંગ્રહ થયો છે. તેના લીધે 5 થી 7 ફૂટ જેટલા ભુગર્ભ જળ સ્તર ઉંચા આવ્યા છે. તેમણે કહ્યું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસનો મૂળભૂત આધાર પાણી છે ત્યારે સર્વાંગી વિકાસ માટે એ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને જળસંચય ક્ષમતામાં વધારો કરી રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાનું આ એક ઐતિહાસિક જનઆંદોલન બન્યુ છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ અભિયાન હેઠળ છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં 12,279 તળાવો ઊંડા કરાયા હતા. તે પૈકી 9,700 તળાવો સંપૂર્ણ ભરાઇ ગયાં છે. એ જ રીતે 5,775 ચેકડેમોનું ડી-સીલ્ટીંગ કરાયું હતું. તે પૈકી 4,600 ચેકડેમોમાં નવો જળસંગ્રહ થયો અને સંપૂર્ણ ભરાઇ ગયાં છે અને 23,553 લાખ ઘનફૂટ જળસંગ્રહ થયો છે. ખોદાણના લીધે નીકળેલ માટી પણ ખેડૂતોને ખેતરમાં પાથરવા માટે આપવામાં આવી હતી જેના પરિણામે કરોડો હેક્ટર જમીન પણ નવસાધ્ય થઇ છે.
તેમણે ઉમેર્યુ કે, મનરેગા યોજના હેઠળ પણ જનભાગીદારીથી કામો હાથ ધરાયા હતા. તે પૈકી તમામ જિલ્લાઓમાં 30,416 કામો પૂર્ણ કરી દેવાયા છે. 35,960 કિ.મી. નહેરોની સાફસફાઇ, 3321 કિ.મી. કાંસની સફાઇ કરવામાં આવી હતી. જેના પરિણામે રાજ્યભરમાં 100 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઇ હતી. આ તમામ કામગીરી માટે મહત્તમ 4,669 જેટલા જે.સી.બી. મશીન, 15,280 ટ્રેક્ટર-ડમ્પરો દ્વારા કામગીરી કરાઇ હતી. આ અભિયાન માટે રૂા.110 કરોડની જનભાગીદારી થઇ છે. અભિયાનમાં સરકાર અને જનભાગીદારીનો હિસ્સો 50 : 50 હતો તે હવે 60 : 40 કરીને વ્યાપક જનભાગીદારી જોડવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે આ અભિયાન અંતર્ગત 14 હજાર ઉપરાંત ગામોમાં સ્થાનિક કક્ષાએ નાગરિકોને ઘરગથ્થુ પાણી વપરાશનો તથા ઢોર-ઢાંખર માટે પીવાના પાણીની સમસ્યાઓ હલ થઇ છે. તથા આ જ ગામોમાં કૂવાઓમાં પાણીના તળ ઉંચા આવવાથી વીજળીના વપરાશમાં ઘટાડો થતાં વીજ બચત પણ થઇ છે. સાથે સાથે રાજ્યભરમાં આ અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા જેના પરિણામે પર્યાવરણમાં સુધારાની સાથે સાથે વનસંપદામાં પણ વધારો થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે આ અભિયાન અંતર્ગત 14 હજાર ઉપરાંત ગામોમાં સ્થાનિક કક્ષાએ નાગરિકોને ઘરગથ્થુ પાણી વપરાશનો તથા ઢોર-ઢાંખર માટે પીવાના પાણીની સમસ્યાઓ હલ થઇ છે. તથા આ જ ગામોમાં કૂવાઓમાં પાણીના તળ ઉંચા આવવાથી વીજળીના વપરાશમાં ઘટાડો થતાં વીજ બચત પણ થઇ છે. સાથે સાથે રાજ્યભરમાં આ અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા હતા જેના પરિણામે પર્યાવરણમાં સુધારાની સાથે સાથે વનસંપદામાં પણ વધારો થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર