ન્યૂઝ18 ગુજરાતી: ગુજરાત રાજ્યમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની કુલ 26 બેઠકમાંથી કચ્છ અને અમદાવાદ પશ્ચિમની બેઠક અનુસૂચિત જાતિ માટેની અનામત છે. જ્યારે દાહોદ, છોટા ઉદેબુર, બારડોલી અને વલસાડની ચાર બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી છે.
આ સિવાયની બેઠકો જનરલ કેટેગરીની છે. ભાજપે રાજ્યમાં ફરી એક વાર રાજ્યની તમામ 26 બેઠકો પર વિજય મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
જોકે આ વખતે ચડાણ કપરું છે એ વાતથી પણ ભાજપ વાકેફ છે. ગત લોકસભા ચુંટણી દરમિયાન મોદી વેવમાં આયાતી ઉમેદવાર કે પ્રથમ વખત ચુંટણી લડનારા પણ જીતી ગયા હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિ કંઈક અલગ છે. આ કારણે જ આ વખતે પાર્ટી ડઝન જેટલા ઉમેદવાર બદલાવે તેવી શક્યતા છે.
છેલ્લે યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને તેના ગઢ કહેવાતા ત્રણ રાજ્યોમાં પરાજયનો સામનો કરવા પડ્યો અને સાથે જ સત્તા પણ ગુમાવવી પડી છે અને આ રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં આવી છે. એટલે, આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ ફૂંકી ફૂંકીને પગ મુકવા માગે છે.
કોંગ્રેસ માટે આ વખતે રાજ્યમાં સારો માહોલ હતો. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું અને ભાજપને કાંટાની ટક્કર આપી હતી. આ ઉપરાંત, તાજેતરમાં જ દેશમાં 5 રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા એવા ત્રણ રાજ્ય - રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસે સત્તામાં પૂનરાગમન કર્યું છે.
તેમાં પણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તો 15 વર્ષ બાદ કોંગ્રેસને સત્તા મળી છે. આથી કોંગ્રેસ પાર્ટીના આત્મવિશ્વાસમાં થોડો વધારો થયો છે. એટલે, કોંગ્રેસ તેની તરફેણમાં ઊભા થયેલા માહોલનો પુરતો લાભ લેવા માગી રહી છે. જો કે, જે રીતે તેના ચૂંટાયેલા મહત્વના સભ્યો જેવા કે, કુંવરજી બાવળીયા, આશા પટેલ, જવાહર ચાવડા અને અન્ય કેટલાક દિગ્ગજ નેતાઓને સાચવી શકવામાં અસફળ રહી જે તે જોતા આગામી દિવસોમાં કોંગ્રેસ માટે આ તમામ બેઠકો માટે ચઢાણ કપરા છે.
ગુજરાતની 26 બેઠકો પર 2014માં વિજેતા ઉમેદવાર
ક્રમ
બેઠક
કેટેગરી
વિજેતા ઉમેદવાર (પક્ષ)
1
કચ્છ
SC
ચાવડા વિનોદ લક્ષ્મણસિંહ (ભાજપ)
2
બનાસકાંઠા
જનરલ
ચૌધરી હરીભાઈ પાર્થીભાઈ (ભાજપ)
3
પાટણ
જનરલ
લીલાધરભાઈ કે. વાઘેલા (ભાજપ)
4
મહેસાણા
જનરલ
જયશ્રીબેન કે. પટેલ (ભાજપ)
5
સાબરકાંઠા
જનરલ
દીપસિંહ શંકરસિંહ રાઠોડ (ભાજપ)
6
ગાંધીનગર
જનરલ
લાલકૃષ્ણ આડવાણી (ભાજપ)
7
અમદાવાદ પૂર્વ
જનરલ
પરેશ રાવલ (ભાજપ)
8
અમદાવાદ પશ્ચિમ
SC
ડો. કિરીટ સોલંકી (ભાજપ)
9
સુરેન્દ્રનગર
જનરલ
દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા (ભાજપ)
10
રાજકોટ
જનરલ
મોહનભાઈ કે. કુંડારિયા (ભાજપ)
11
પોરબંદર
જનરલ
વિઠ્ઠલભાઈ રાદડિયા (ભાજપ)
12
જામનગર
જનરલ
પૂનમ એચ. માડમ (ભાજપ)
13
જૂનાગઢ
જનરલ
ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ (ભાજપ)
14
અમરેલી
જનરલ
કાછડિયા નારણભાઈ ભીખાભાઈ (ભાજપ)
15
ભાવનગર
જનરલ
ડો. ભારતીબેન ડી. શિયાળ (ભાજપ)
16
આણંદ
જનરલ
દિલીપ પટેલ (ભાજપ)
17
ખેડા
જનરલ
ચૌહાણ દેવુસિંહ (ભાજપ)
18
પંચમહાલ
જનરલ
ચૌહાણ પ્રભાતસિંહ પ્રતાપસિંહ (ભાજપ)
19
દાહોદ
ST
જસવંતસિંહ ભાભોર (ભાજપ)
20
વડોદરા
જનરલ
રંજનબેન ધનંજય ભટ્ટ (ભાજપ)
21
છોટા ઉદેપુર
ST
રામસિંહ રાઠવા (ભાજપ)
22
ભરૂચ
જનરલ
મનસુખભાઈ વસાવા (ભાજપ)
23
બારડોલી
ST
પ્રભુભાઈ વસાવા (ભાજપ)
24
સુરત
જનરલ
દર્શનાબેન જરદોશ (ભાજપ)
25
નવસારી
જનરલ
સી.આર. પાટીલ (ભાજપ)
26
વલસાડ
ST
ડો. કે.સી. પટેલ (ભાજપ)
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર