Home /News /gujarat /

50 લાખની ખંડણી ન મળતાં સગીર કાકાએ માસૂમ ભત્રીજાની કરી હત્યા, આવી રીતે થયો ખુલાસો

50 લાખની ખંડણી ન મળતાં સગીર કાકાએ માસૂમ ભત્રીજાની કરી હત્યા, આવી રીતે થયો ખુલાસો

ઘરની બહાર રમતાં ભત્રીજાની અપહરણ કરીને સગીર કાકાએ પત્ર લખીને ખંડણી માંગી હતી, લાશને બોરીમાં ભરી ખેતરમાં દાટી દીધી

ઘરની બહાર રમતાં ભત્રીજાની અપહરણ કરીને સગીર કાકાએ પત્ર લખીને ખંડણી માંગી હતી, લાશને બોરીમાં ભરી ખેતરમાં દાટી દીધી

  આશીષ કુમાર શુક્લા, મહારાજગંજઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં 9 ડિસમ્બરે અપહરણ કરાયેલા 6 વર્ષીય માસૂમ પીયૂષની લાશ શનિવારે તેના ઘરથી થોડેક દૂરથી પોલીસને મળી આવી છે. માસૂમ પીયૂષના સગીર ઉંમરના કાકાએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે આપેલી માહિતી અનુસાર બાળકની લાશ પોલીસે શોધી કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ (Police)ના જણાવ્યા મુજબ આરોપીએ 50 લાખ રૂપિયા માટે પહેલા પીયૂષનું અપહરણ (Kidnap) કર્યું અને પછી ખંડણી ન મળતાં તેની હત્યા (Murder) કરી લાશને ખેતરમાં દફનાવી દીધી.

  9 ડિસેમ્બરે થયું હતું અપહરણ

  સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો 9 ડિસેમ્બરે બૈજોલી ગામના પોતાની ઘરની આગળ રમી રહેલો 6 વર્ષીય પીયૂષ સંદિગ્ધ પરિસ્થિતિમાં ગુમ થઈ ગયો હતો. તેના બીજા જ દિવસે એક પત્ર પરિજનોને મળ્યો હતો, જેમાં 50 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસની ફરિયાદ કરવામાં આવશે તો બાળકની હત્યા કરી દેવામાં આવશે એવી ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ મહારાજગંજ પોલીસે પાંચ ટીમો એસટીએફની મદદથી ઘટનાની તપાસ માટે લાગી ગઈ હતી. આ દરમિયાન ખંડણીવાળા પત્રની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો તેનું લખાણ પરિવારના જ એક સભ્ય જે મૃતક માસૂમ પીયૂષના સગામાં કાકા છે તેની હોવાનું સામે આવ્યું.

  આ પણ વાંચો, મકાન કે ફ્લેટ ખરીદનારાઓ માટે ખુશખબરી! PM આવાસ યોજનાનો 31 માર્ચ 2021 પહેલા ઉઠાવો લાભ

  આરોપી પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો

  ત્યારબાદ શકના આધારે કસ્ટડીમા; લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી. તે આખો દિવસ પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો. પોલીસે કડકાઈથી પૂછપરછ કરી તો હકીકત સામે આવી. આરોપીને સાથે લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ચોંકી ગઈ. બાંસપાસ ગામના ખેતરમાં પીયૂષની લાશ જપ્ત કરવામાં આવી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. આરોપીએ માસૂમ પીયૂષનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને લાશને છુપાવી દીધી હતી. તે રાત્રે ખાડો ખોદીને ઘરની નજીક જ એક બોરીમાં લાશ ભરીને ખાડામાં દાટી દીધી. પત્ર અને અન્ય બાબતોને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ મોકલી આપ્યો છે.

  આ પણ જુઓ, Viral: CCTV ફુટેજમાં જોવા મળ્યો ‘ભૂતનો પડછાયો’, વાહનોની આરપાર પસાર થયો

  પરિજનોએ હાઇવે જામ કર્યો

  બીજી તરફ, રવિવારની સવારે પીયૂષની હત્યા બાદ આક્રોશિત પરિજનોએ નેશનલ હાઈવે નંબર 730 પર જામ લગાવીને પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો. પરિજનોનું કહેવું છે કે 5 સપ્ટેમ્બરે પણ એસએમએસના માધ્યમથી પાંચ લાખની ડિમાન્ડ કરવામાં આવી હતી. જેની ફરિયાદ એસપીને પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Crime news, Crime Report, Investigation, Kidnap, ઉત્તરપ્રદેશ, ગુનો, પોલીસ, હત્યા

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन