Home /News /gujarat /

અમદાવાદ: સગીરા પાડોશી યુવાન સાથે ભાગી ગઇ, 6 વર્ષ બાદ કેસ લડીને નિર્દોષ સાબિત થયો, ફરીથી લગ્ન કર્યા

અમદાવાદ: સગીરા પાડોશી યુવાન સાથે ભાગી ગઇ, 6 વર્ષ બાદ કેસ લડીને નિર્દોષ સાબિત થયો, ફરીથી લગ્ન કર્યા

6 વર્ષ ચાલેલી કાનૂની કાર્યવાહીના અંતે પુરાવાના અભાવે અંત આવ્યો.

Ahmedabad News: કોર્ટમાં સગીરાએ યુવકની તરફેણમાં નિવેદન આપતા તેને છોડવામાં આવ્યો હતો. આ કેસ છ વર્ષ ચાલ્યો હતો.

  અમદાવાદ: શહેરમાં (Ahmedabad) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 17 વર્ષની સગીરા (minor girl) પાડોશમાં રહેતા 22 વર્ષના યુવક સાથે પ્રેમમાં (love) પડી હતી. આ અંગેની જાણ તેમના પરિવારોને થતા તેમણે બંનેને મળતા અટકાવ્યા હતા અને વિરોધ કર્યો હતો. જેથી બંને ઘરેથી સાથે ભાગી ગયા હતા. જે બાદ સગીરાના પિતાએ પાડોશી યુવક સામે ભગાડીને લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાઇને જેલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે, કોર્ટમાં સગીરાએ યુવકની તરફેણમાં નિવેદન આપતા તેને છોડવામાં આવ્યો હતો. જે બાદ સગીરા અને યુવકે છ વર્ષ બાદ લગ્ન કરી લીધા હતા.

  સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, સગીરા અને પાડોશી યુવક વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે વાતની જાણ બંનેના પરિવારજનોને થતા ઝઘડા શરૂ થયા હતા. પરિવારજનો સગીરાને અન્ય જગ્યાએ પરણાવવાની વાત કરતા હતા. જેથી સગીરા અને યુવક ભાગી ગયા હતા. તો બીજી બાજુ સગીરાના પિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચો: વલસાડ: કેસર કેરીના ઓછા ઉત્પાદનથી નિકાશ ઓછું થશે

  સગીરા પુખ્તવયની થતાં બંનેએ લગ્ન કરી દીધા

  પોલીસે યુવક પર પોક્સો, અપહરણ, બળાત્કાર સહિતની કમલો લગાડીને ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે યુવકે કોર્ટમાં રજૂ કરતાં તેને સાબરમતી જેલમાં મોકલાયો હતો. જેલમાંથી બહાર આવવા યુવકે પોક્સો કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે તેને શરતોને આધીન જામીન આપ્યા હતા, ત્યારબાદ સગીરા પુખ્તવયની થતાં બંનેએ પોતાની મરજીથી લગ્ન કરી લીધા હતા.

  આ પણ વાંચો: હવામાન વિભાગે પ્રિમોન્સૂન આગાહી પાછી ખેંચી, રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી ગરમી વધશે

  પ્રેમી નિર્દોષ છૂટી ગયો

  પિતાની ફરિયાદ બાદ પોલીસે પોક્સો કોર્ટમાં આરોપી પ્રેમી વિરુદ્ધ ચાર્જશીટ કરી હતી. આથી કોર્ટે કાર્યવાહી શરૂ કરવા પ્રેમી સામે તહોમતનામું ઘડ્યું હતું. કોર્ટમાં આરોપી પ્રેમી તરફથી દલીલો કરી હતી. જે બાદ કાનૂની કાર્યવાહી દરમિયાન સગીરાએ કહ્યું કે, મને કોઇ ભગાડીને નહોતું લઇ ગયું. હું મારી જાતે ભાગી હતી અને કોઇએ મારી સાથે ખરાબ કૃત્ય કર્યુ નથી.  6 વર્ષ ચાલેલી કાનૂની કાર્યવાહીના અંતે પુરાવાના અભાવે આરોપી પ્રેમીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પ્રેમી નિર્દોષ છૂટતાં અને છોકરી પણ પુખ્ત થતા બંનેએ લગ્ન કરી લીધા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ

  આગામી સમાચાર