Home /News /gujarat /Ministry of Agriculture Recruitment 2022: નેશનલ ફુડ સિક્યોરિટી મિશન હેઠળ ભરતી, 68,000 સુધી મળશે પગાર
Ministry of Agriculture Recruitment 2022: નેશનલ ફુડ સિક્યોરિટી મિશન હેઠળ ભરતી, 68,000 સુધી મળશે પગાર
Ministry of Agriculture Recruitment 2022 : નેશનલ ફૂ઼ડ મિશનમાં ભરતી
Ministry of Agriculture Recruitment 2022 : મિનિસ્ટ્રી ઓફ એગ્રિકલ્ચર દ્વારા નેશનલ ફૂડ મિશન (National Food Mission) અંતર્ગત ખાલી જગ્યાઓની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
ક્રોપ ડિવિઝનના નેશનલ ફુડ સિક્યોરિટી મિશન (National Food security Mission) અંતર્ગત કૃષિ મંત્રાલય અંતર્ગત ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે DA&FWના ફુડ ડિવિઝન દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન (NFSM) હેઠળ કન્સલ્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ અને પ્રોગ્રામરની ખાલી પડેલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવા માંગતા ઉમેદવારો ભરતીને લગતી તમામ માહિતી મેળવવા માટે આ આર્ટિકલ અંત સુધી વાંચી શકે છે.
Ministry of Agriculture Recruitment 2022: ખાલી પડેલા પદો વિશે વિગતો
Ministry of Agriculture Recruitment 2022: લાયકાતના ધારાધોરણ
કન્સલ્ટન્ટ
એગ્રોનોમી, એગ્રીકલ્ચર એક્સટેન્શન, સોઈલ સાયન્સ, પ્લાન્ટ બ્રિડિંગ, ક્રોપ ઈમ્પ્રુવમેન્ટ, પ્લાન્ટ પ્રોટેક્શન અથવા અન્ય કોઈ એગ્લીકલ્ચર વિષયમાં માસ્ટર ડિગ્રી અથવા એગ્રીકલ્ચરલ એન્જીનિયરિંગમાં M. Tech અથવા એગ્રિકલ્ચરલ સાયન્સના કોઈ પણ વિષય જેવા કે ક્રોપ પ્રોડક્શન/ મિકેનિઝમમાં 8 વર્ષનો ફિલ્ડ એક્સપિરિયન્સ અથવા નેશનલ લેવલ અથવા સ્ટેટ ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકેનો અનુભવ.
પ્રોગ્રામર
ઉમેદવારે માન્ય યૂનિવર્સિટીમાંથી MCA કરેલ હોવુ જોઈએ. સાથે જ Asp.Net અને SQL સર્વરમાં સરકારી પ્રોજેક્ટમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ.
Ministry of Agriculture Recruitment 2022: પે સ્કેલ
કન્સલ્ટ- 68,000
ટેક્નિકલ આસિસ્ટન્ટ- 47,500
પ્રોગ્રામર- 42,500
Ministry of Agriculture Recruitment 2022: આ રીતે કરો અરજી
આ ખાલી પડેલા પદો માટે અરજી કરવા માંગતા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ https://www.nfsm.gov.in/ પરથી 30 એપ્રિલ 2022 સુધીમાં અરજી કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર