જેમને વંદે માતરમ્ કહેવામાં તકલીફ છે તે ભારત છોડી ચાલ્યા જાય: પ્રતાપ સારંગી


Updated: January 18, 2020, 10:23 PM IST
જેમને વંદે માતરમ્ કહેવામાં તકલીફ છે તે ભારત છોડી ચાલ્યા જાય: પ્રતાપ સારંગી
પ્રતાપ સારંગી (ફાઈલ ફોટો)

CAA 70 વર્ષ પહેલા આવી જવું જોઈતું હતું. દેશનું વિભાજન કોંગ્રેસનું પાપ છે. જેનો હાલ પ્રાયશ્ચિત અમે કરી રહ્યા છે

  • Share this:
કેન્દ્રના રાજયકક્ષાના એમએસએમઇ મિનિસ્ટર પ્રતાપ સારંગી આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સમાં ઉદ્યોગપતિઓને સંબોધિત કરવા પહોંચેલા સારંગીએ કોંગ્રેસ ઉપર CAA ના મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું કે, CAA 70 વર્ષ પહેલા આવી જવું જોઈતું હતું. દેશનું વિભાજન કોંગ્રેસનું પાપ છે. જેનો હાલ પ્રાયશ્ચિત અમે કરી રહ્યા છે. દેશમાં આગ લગાવવાનું કામ કરનાર અને જેઓને વંદે માતરમ કહેવામાં તકલીફ છે તે ભારત છોડીને ચાલ્યા જાય, આ લોકોને અમે દેશભક્ત ગણતા નથી.

હાલ દેશભરમાંથી CAAનો વિરોધ થઈ રહ્યો છે,ત્યારે સારંગીએ તેના પક્ષમાં નિવેદન આપતાં જણાવ્યું હતું કે, 70 વર્ષ અગાઉ સીએએ આવી જવું જોઈતુ હતું. અમારા વડીલોએ જે પાપ કર્યા હતા અને કેટલાક નેતાઓએ જે પાપ કર્યા હતા તેનું પ્રાયશ્ચિત અમે કરી રહ્યા છે. દેશનું વિભાજન કોઈ આર્થિક, સામાજિક અથવા ભૌગોલિક આધાર પર થયું નહોતું. દેશનું વિભાજન સાંપ્રદાયિક આધારે થયું હતું. દેશમાં બે નેશન થિયરી લાગુ કરવામાં આવી. નેહરુને બાધ્ય કરવામાં આવ્યું.

તેમણે કહ્યું કે, દેશ કોઇની જાગીર નથી, જેના કારણે દેશનું વિભાજન કરવામાં આવે. દેશ કોઈની પેટ્રિક સંપત્તિ નથી. દેશને વિભાજન કરવાનું કોઈને અધિકાર નહોતું. આ જ કારણ છે કે આજે દેશમાં લઘુમતીઓની સંખ્યા વધી છે અને બીજી તરફ પાકિસ્તાનમાં લઘુમતીઓની સંખ્યા ઘટી છે. પાકિસ્તાનમાં બળજબરીથી ધર્માંતરણ, હિંસા, હત્યા અને અત્યાચારના કારણે તેમની સંખ્યા ઘટી છે. અમે આ કાયદા હેઠળ ધાર્મિક પ્રતાડિત થયેલા લોકોને નાગરિકતા આપી રહ્યા છે. જે વિભાજનના પાપ નો પ્રાયશ્ચિત છે.

પ્રતાપ સાંરગીએ કહ્યું કે, આ પાપ કોંગ્રેસ વાળાએ કર્યું હતું અને પ્રાયશ્ચિત અમે કરી રહ્યા છે. કોંગ્રેસનું અસ્તિત્વ સમાપ્ત થઈ રહ્યું છે.આ માટે તેઓ દેશમાં આગ લગાવી રહ્યા છે અને જે લોકો દેશમાં આગ લગાવે છે તેઓને હું દેશપ્રેમી ગણતો નથી. જેઓને દેશની અખંડતા સ્વીકાર નથી, વંદે માતરમ સ્વીકાર નથી તેઓને ભારતમાં રહેવાનો અધિકાર નથી.
First published: January 18, 2020, 10:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading