ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે કહ્યું - ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂં લાગુ રહેશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે કહ્યું - ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂં લાગુ રહેશે
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે કહ્યું - ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂં લાગુ રહેશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે કહ્યું- તાપીમાં પોલીસની ચૂક, મોટો સામાજિક મેળો થયો

 • Share this:
  ગાંધીનગર : ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ઘણા મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ અટકે તે માટે લાગલગાટ સીએમ સહિત અધિકારીઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેના પરિણામે 1.9 ટકા કોરોના મૃત્યુ દર આવ્યો છે. 91.6 ટકા રિકવરી રેટ આવ્યો છે. ડેઝીગ્નેટેડ હોસ્પિટલો જિલ્લાઓમાં વધારી છે. જરુર પડયે દિવાળી બાદ કર્ફ્યૂં પણ લગાવ્યો છે. દૈનિક ટેસ્ટની સંખ્યા વધારાઇ છે અને દર પણ ઘટાડ્યા છે. ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂં લાગુ રહેશે.

  પ્રદીપસિંહે કહ્યું હતું કે કેન્દ્રની ગાઇડ લાઇનના અમલ સાથે લગ્ન પ્રસંગોથી લઇને તમામ ફંકશનમાં સંખ્યા ફીક્સ કરવામા આવી છે. મરણ પ્રસંગમાં પણ 50ની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. કોઇપણ બંધ સ્થળે હોલની ક્ષમતાના 50 ટકા પરંતુ 200 વ્યક્તિથી વધારે નહીં એના આધારે કાર્યક્રમની છૂટ આપવામા આવી છે. ખુલ્લામાં કાર્યક્રમ હોય તો પણ મંચ પર સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ માટેની સૂચના આપવામાં આવી છે.  આ પણ વાંચો - પોલીસ વિભાગમાં કોરોનાનો કહેર, ચાંદખેડામાં પીઆઈ સહિત 21 પોઝિટિવ

  રાજકોટની હોસ્પિટલમાં લાગેલી આગ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે રાજકોટની હોસ્પિટલમાં જે દુખદ ઘટના બની ત્યારબાદ તરત જ રાત્રે
  પગલા લેવાયા હતા. કેસની તપાસ સોપાઇ છે. સીટને પણ તપાસ કરવા કહ્યું છે. શ્રેય હોસ્પિટલમાં જે તપાસ કમિશન હતું એની મુદ્દત પૂરી થતા એમાં વધારો કરવામા આવ્યો છે. જુદી જુદી રિટ પિટિશનો થાય છે. એ દરમ્યાન નામદાર કોર્ટ દ્વારા જે સૂચનો અપાય છે એનુ અમલીકરણ થાય છે. કોર્ટના સૂચન મુજબ સીસીટીવી કેમેરા લગાવાયા છે. હેલ્પ ડેસ્ક ઉભા કરાયા છે. 11 તજજ્ઞો અને 11 નિષ્ણાતોની ટીમ તૈયાર કરાઇ છે. વિવિધ લેબોરેટરીઓને માન્યતા આપવામા આવી છે. 700 જેટલા સ્થળોએ પથારીઓ મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. કોર્ટે માસ્ક માટે જે દીશા નિર્દેશો કર્યા તેના અમલીકરણ માટે આજે સીએમના અધ્યક્ષ સ્થાને હાઇપાવર કમિટીની બેઠક મળશે. એમાં એસઓપી મુજબ શું કરવું તે નક્કી થશે. આ બેઠક બાદ આ મુદ્દે જાહેરાત થશે.

  તાપીની ઘટના મુદ્દે તેમણે કહ્યું હતું કે આ જે સામાજિક મેળાવડો થયો તે વારંવારની સૂચના છતા થયો છે. પ્રજાને અપીલ કરું છું કે આવા કોઇપણ પ્રકારના મેળાવડા ના કરવા જોઇએ. આ મેળાવડામાં સામેલ 15 લોકો સામે એફઆઇઆર દાખલ કરાઇ છે.
  Published by:Ashish Goyal
  First published:December 02, 2020, 18:35 pm

  टॉप स्टोरीज