ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે કહ્યું- આવી મહામારીમા પણ સત્તા ભૂખી કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે

ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે કહ્યું- આવી મહામારીમા પણ સત્તા ભૂખી કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરે છે
ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે કહ્યું - 5 લાખ રેમડેસિવીર રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે. ડીઆરડીઓના સહયોગથી પથારીઓ ઉપલબ્ધ છે. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તે માટે 11 ઓક્સિજન પ્લાન્ટ સ્થપવાનીની તૈયારી છે

ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે કહ્યું - 5 લાખ રેમડેસિવીર રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે. ડીઆરડીઓના સહયોગથી પથારીઓ ઉપલબ્ધ છે. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તે માટે 11 ઓક્સિજન પ્લાન્ટ સ્થપવાનીની તૈયારી છે

 • Share this:
  ગાંધીનગર : ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે આવી મહામારીમા પણ સત્તા ભૂખી કોંગ્રેસ
  પ્રજાને ગેરમાર્ગે દોરે છે તે નિરાશાજનક છે. કોંગેસ પહેલા તેમના શાસિત રાજસ્થાન અને પંજાબના લોકોની શું સ્થિતિ છે તે પહેલા જોવે પછી અમારી વાત કરે. અત્યારે 93 હજાર પથારી ઉપલબ્ધ છે.  પ્રદીપસિંહે કહ્યું હતું કે કોરોનાની મહામારીમાં કોરોના સંક્રમણ અટકે, રિકવરી રેટ વધે મરણનું પ્રમાણ ઘટે તે માટે સરકાર સતત કાર્યરત છે. 5 લાખ રેમડેસિવીર રાજ્ય સરકારે પૂરા પાડ્યા છે. ડીઆરડીઓના સહયોગથી પથારીઓ ઉપલબ્ધ છે. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે તે માટે 11 ઓક્સિજન પ્લાન્ટ સ્થપવાનીની તૈયારી છે. આઇસીયુ બેડ ઉપલબ્ધ છે. લાખો લોકોને વેક્સીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરાયા છે.

  આ પણ વાંચો - ઓક્સિજન, બેડ અને પ્લાઝ્મા સહિતની વિગતો જોઈએ છે? આ રહ્યા સોર્સ

  ગૃહરાજ્ય મંત્રીએ રાજ્યમાં ઓક્સિજનની સ્થિતિ મુદ્દે નિવેદન આપ્યું હતું કે ઓક્સિજન માટે સિનીયર અધિકારી મોનિટરીંગ કરી રહ્યા છે અને હાલ રાજ્યમાં 11 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે. તો તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલની વ્યવસ્થાઓ મારી દ્રષ્ટીએ સારી છે અને ધારાસભ્યો મેડિકલમાં વપરાતા સાધનો માટે ગ્રાન્ટ આપી શકશે.

  ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસના આંકડાઓની ગતિમાં ઘટાડો જોવાં મળ્યો છે. ગઇકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે.
  Published by:Ashish Goyal
  First published:April 28, 2021, 15:57 pm

  ટૉપ ન્યૂઝ