Home /News /gujarat /

4વર્ષે જ માતાના કાઉન્ટિંગના આપતો જવાબ,11મા વર્ષે જર્મનીમાં મેડલ

4વર્ષે જ માતાના કાઉન્ટિંગના આપતો જવાબ,11મા વર્ષે જર્મનીમાં મેડલ

સુરતઃ શહેરના એક 11 વર્ષના ટાબરિયાની પ્રતિભા જોઇને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકી જાય છે. ખરેખર તેનું મેન્ટલ કેલ્ક્યુલેસન છેજ કૈક એવું. આ 11 વર્ષના બાળકે તેની પ્રતિભાથી વિશ્વમાં ભારતનું નામ પણ રોશન કર્યું છે. 11 વર્ષની ઉમરમાં આ બાળક જર્મની ખાતે રમાયેલી જુનિયર મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયન શીપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા થયો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરતઃ શહેરના એક 11 વર્ષના ટાબરિયાની પ્રતિભા જોઇને સૌ કોઈ આશ્ચર્યમાં મૂકી જાય છે. ખરેખર તેનું મેન્ટલ કેલ્ક્યુલેસન છેજ કૈક એવું. આ 11 વર્ષના બાળકે તેની પ્રતિભાથી વિશ્વમાં ભારતનું નામ પણ રોશન કર્યું છે. 11 વર્ષની ઉમરમાં આ બાળક જર્મની ખાતે રમાયેલી જુનિયર મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયન શીપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા થયો છે.

sur avod

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતો 11 વર્ષીય મિહિર શાહ ધોરણ 6માં અભ્યાસ કરે છે.બાળપણથી તેને કેલ્ક્યુલેશન આઉટસ્ટેન્ડિંગ હતું. ઉમરની સાથે સાથે તેનું કેલ્ક્યુલેશનની પ્રતિભા પણ વધતી ગઈ, શાળા કક્ષાએ અને જીલ્લાકક્ષાએ મેટલ કેલ્ક્યુલેશનમાં એક પછી એક કરી મિહિર સતત મેડલ અને ટ્રોફી જીતતો ગયો હતો.

ત્યાર બાદ 11 માં વર્ષે મિહિરનું સિલેકશન જુનિયર મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયન શીપ 2015માં થયું હતું. જર્મનીના મુન્સ્તર શહેરમાં 5મી સપ્ટેમ્બરના રોજ ચેમ્પિયન શીપ યોજાઇ હતી. જેમાં મિહિરએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મિહિરનું બ્રોન્ઝ આવતા મુન્સ્તરના મેયરના હસ્તે મિહિરને ટોફી અપાઇ હતી. જર્મનીના મુન્સ્તર ખાતે યોજાયેલી જુનિયર મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયન શીપમાં પાર્ટીસિપેટ થવાની છેલ્લી તારીખ વીતી ગઈ હતી.

તેમ છતાં મિહિરના સરના પ્રયાસથી અને મિહિરના સર્ટીફીકેટ જોઈ પ્રભાવિત થયેલા ચેમ્પિયન શીપના આયોજકોએ મિહિરને જુનિયર મેન્ટલ કેલ્ક્યુલેશન વર્લ્ડ ચેમ્પિયન શીપ માટે સિલેક્ટ કર્યો હતો. મિહિરનું સીલેક્સન થયું ત્યારે તૈયારી માટે તેને ફક્ત એક જ મહિનાનો સમય મળ્યો હતો. મિહિરએ જે રીતે ચેમ્પિયન શીપની તૈયારી કરી હતી તેનાથી બધું અલગ જ જોવા મળ્યું હતું.

તે જોઇને મિહિરે જીતવાની આશા છોડી દીધી હતી તેમ છતાં છેલ્લી ઘડીએ માતા પિતાના પ્રોત્સાહનથી ચેમ્પિયન શીપ રમીને મિહિરે બ્રોન્ઝ મેળવ્યો હતો. મિહિર ને બ્રોન્ઝ મળ્યાના સમાચાર મળતા  મિહિરના માતા પિતા ખુશ ખુશાલ થઇ ગયા હતા, જર્મનીની અલગ હોવાથી પણ મિહિરને ભારે સમસ્યા નો સામનો કરવો પડ્યો હતો.

મિહિરની માતા નીતલ શાહ નું કહેવું છે કે મેન્ટલ કેલ્ક્યુલેશન ની મિહિરમાં જે પ્રતિભા છે તે ગોંડ ગીફ્ટ છે. જ્યારે મિહિર ચાર વર્ષનો હતો ત્યારે નીતલ બેન અને તેમના પતિ હિશાબ કિતાબ કરવા બેસ્યા હતા. ત્યારે કાઉન્ટિંગ વખતે મિહિર વચ્ચે તેનો જવાબ આપતો હતો. શરૂઆતમાં તેમને લાગ્યું કે મિહિર એમ જ બોલતો હશે પરંતુ નીતલ બેને એક વાર તેના જવાબો સાંભળી કાન્ટિંગ કર્યું તો તેના જવાબો સાચા હતા. ત્યારે તેમને ખબર પડી જયારે નીતલબેન મિહિર ને 1 +1 શીખવાડવા વિચારતા હતા ત્યારે મિહિરે મોટી મોટી ગણતરી શરુ કરી દીધી હતી.

નીતલ બેન એ કહ્યું હતું કે આ મિહિલને ગોંડ ગીફ્ટ મળી છે, મિહિર મેન્ટલ કેલ્ક્યુલેશનની સાથે સાથે ચેસ, કરાટે,ઓલમ્પિંગ રમતમાં પણ માહિર છે. મેટલ કેક્યુલેશનની સાથે સાથે આ બધી રમતમાં પણ મિહિરે ટ્રોફી અને મેડલ જીત્યા છે. મિહિર 33 ટ્રોફી 16 મેડલ જીતી ચુક્યો છે. લિમ્કા બુક ઓફ રેકોડ અને એશિયન રેકોડમાં પણ મિહિરનું નામ નોંધાઇ ચુક્યું છે. આલોહા તરફથી વર્ષ 2013 માં મેન્ટલ કેલ્ક્યુલેશનની મલેશિયામાં યોજાયેલી ચેમ્પિયન શીપમાં મિહિર ચેમ્પિયન બન્યો હતો. માત્ર 11 વર્ષની ઉમર માં મિહિર ઘણી બધી સિદ્ધિ ઓ મેળવી ચુક્યો છે.
First published:

Tags: એવોર્ડ, ગુજરાત, દેશ વિદેશ, મેડલ, રમત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन