Home /News /gujarat /ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતા ઓછું ચોમાસું રહેવાની સંભાવના

ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતા ઓછું ચોમાસું રહેવાની સંભાવના

ગુજરાત હવામાન વિભાગની આગાહી

અલનીનોની વધારે પડતી અસર રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્ય કરતા ઓછું રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં જૂનમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે.

અમદાવાદ: ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે.ગુજરાતમાં ચોમાસાને લઈને થોડી ચિંતા વર્તાઈ રહી છે. ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ઓછો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં મધ્યથી ચોમાસું રહેશે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સારુ રહેશે.હવામાન વિભાગે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે કે, દેશમાં 96 ટકા વરસાદની સંભાવના છે.

  • હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત

  • ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર

  • ગુજરાત માટે ચોમાસાને લઈને રહી શકે છે થોડી ચિંતા

  • ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ઓછો પડી શકે છે વરસાદ


અલનીનોની વધારે પડતી અસર રહી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસુ સામાન્ય અથવા સામાન્ય કરતા ઓછું રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં જૂનમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે છે. મધ્ય ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં સામાન્ય ચોમાસું રહેવાની સંભાવના છે.



ગુજરાતમાં સામાન્ય અથવા સામાન્યથી ઓછું ચોમાસું રહી શકે છે. રાજ્યમાં હવે ગરમીથી આંશિક રાહત મળશે.વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 28 અને 29મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે.

પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે, તો આણંદ, ભરુચ, રાજકોટ, ભાવનગર, અમરેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી પણ કરવામાં આવી છે.
First published:

Tags: Ahmedabad Weather, Gujarat monsoon, Gujarat Weather, Rainfall