ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર અને કચ્છમાં માવઠાંની આગાહી

ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર અને કચ્છમાં માવઠાંની આગાહી
ફાઇલ તસવીર

હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે 3 માર્ચથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.

 • Share this:
  રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવવાની આગાહી હવામાન ખાતાએ કરી છે, સાથે જ માવઠું પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે આગામી 3 માર્ચથી લઇને 4-5 માર્ચ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે, હવામાન ખાતાએ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સાઇક્લોનિક સિસ્ટમ સર્જાઇ છે, આ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને કચ્છમાં વરસાદ પડવાની પ્રબળ શક્યતાઓ છે.  અહીં ક્લિક કરી વાંચોઃ પ્રિયંકાનાં ભાઇ સિદ્ધાર્થની થઇ રોકા વિધિ, જુઓ કોણ છે તેની દુલ્હનિયા?

  ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

  હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે 3 માર્ચથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે, જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ત્યારબાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે જેના કારણે ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન ખાતા તરફથી ઉનાળાની શરૂઆત એટલે કે ગરમી અંગે કોઇ આગાહી કરવામાં આવી નથી.
  Published by:Sanjay Vaghela
  First published:February 28, 2019, 15:49 pm

  ટૉપ ન્યૂઝ