Home /News /gujarat /Mental health matters: બ્લડ પ્રેશરની મેન્ટલ હેલ્થ પર કઈ રીતે થાય છે અસર? ચાલો ડોક્ટર પાસે જાણીએ
Mental health matters: બ્લડ પ્રેશરની મેન્ટલ હેલ્થ પર કઈ રીતે થાય છે અસર? ચાલો ડોક્ટર પાસે જાણીએ
મેન્ટલ હેલ્થ ઘણું મહત્વનું છે
Mental Health: મનુષ્ય શરીરમાં દરેક સમયે અમુક પ્રકારના હોર્મોન્સ પેદા થતા હોય છે, જે તમને સ્ટ્રેસફૂલ વાતાવરણમાં અસર કરી શકે છે. આ હોર્મોન્સ તમારા બ્લડ પ્રેશરને વધારવા માટે જવાબદાર છે, જેનાથી ધબકારા ઝડપી થાય છે. આ સ્થિતિમાં રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: માણસના શરીરની તંદુરસ્તી તેના મનની શાંતિ અને સંતુલન પર આધાર રાખે છે. મન બેચેન હોય તો શરીર પણ બિમાર લાગે છે. મેન્ટલ હેલ્થની આ તકલીફ લાંબા સમય સુધી ચાલુ રહે તો શરીરમાં અનેક રોગો જન્મ લે છે. વ્યક્તિ બેચેન અથવા તણાવમાં હોય ત્યારે તેના શ્વાસનો દર વધી જતો હોય છે. શું તમે આવું ક્યારેય નોંધ્યું છે?
જો તમારો જવાબ હા છે, તો તેનું મુખ્ય કારણ તમારૂં વધેલું બીપી હોઈ શકે છે. મેન્ટલ હેલ્થની સમસ્યાઓને કારણે બ્લડ પ્રેશર વધવાની તકલીફ ઉદ્દભવી શકે છે. સામાન્ય ચિંતા અને તાણને કારણે તમામ લોકોને મોટી મેન્ટલ હેલ્થ પ્રોબ્લમ નથી થતી પરંતુ કેટલીકવાર સતત તણાવની સ્થિતિને કારણે આ સમસ્યા સર્જાઈ શકે છે.
ટૂંકા ગાળાના બ્લડ પ્રેશરના લેવલમાં વધારાને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ જો તે નિયમિતપણે થાય છે તો તે હાયપરટેન્શન અને તેની સાથે સંકળાયેલ સમસ્યાઓનું કારણ બની શકે છે. આજે આપણે વ્યક્તિના બ્લડ પ્રેશર પર મેન્ટલ હેલ્થ કઈ રીતે અસર કરે છે? લોકો તેનાથી કેવી રીતે પ્રભાવિત થઈ શકે છે? તે સમજવાનો પ્રયત્ન કરીશું.
સ્ટ્રેસ અને હાઈ બીપી વચ્ચે શું કનેક્શન છે ?
વર્ક પ્રેશર, પર્સનલ સમસ્યા અને તમારી માનસિક શાંતિને અસર કરી શકે તેવી વિવિધ પરિસ્થિતિઓને કારણે તણાવભરી સ્થિતિનું સર્જન થાય છે. આ સ્ટ્રેસ / તણાવ લાંબા ગાળે બ્લડ પ્રેશરના એકાએક વધારાનું મુખ્ય કારણ બની શકે છે. આ સમસ્યાના કારણ અને તેના નિવારણ માટે onlymyhealth દ્વારા આઇવરી હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તૃષ્ણા ચતુર્વેદી સાથે વાત કરવામાં આવી હતી. જેના કેટલાક અંશો અહી આપ્યા છે.
વધુ ને વધુ ફિઝિકલ એક્ટિવિટીઓમાં જોડાવ એ તણાવને ઓછો કરવાની સરળ રીત છે. હાયપરટેન્શનને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઉભી થઈ શકે છે. તમારે એ બાબત ચોક્કસથી સમજવાની જરૂર છે કે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે તમારી મેન્ટલ સ્ટેબિલિટી એટલેકે માનસિક સંતુલનથી શરૂઆત કરવાની જરૂર છે. એકવખત તમે તમારા પર્સનલ અને વર્ક લાઈફની તમામ વસ્તુઓને ક્રમમાં ગોઠવી લેશો, તમામ કામ થાળે પાળી લેશો તો સ્ટ્રેસને કાબૂમાં કરી શકાય છે અને તેવી જ રીતે બ્લડ પ્રેશર પણ કંટ્રોલ કરી શકશો.
બ્લડ પ્રેશર પર માનસિક સ્વાસ્થ્યની અસર
મનુષ્ય શરીરમાં દરેક સમયે અમુક પ્રકારના હોર્મોન્સ પેદા થતા હોય છે, જે તમને સ્ટ્રેસફૂલ વાતાવરણમાં અસર કરી શકે છે. આ હોર્મોન્સ તમારા બ્લડ પ્રેશરને વધારવા માટે જવાબદાર છે, જેનાથી ધબકારા ઝડપી થાય છે. આ સ્થિતિમાં રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે.
હજી સુધી હાયપરટેન્શનના કેસોનું મુખ્ય કારણ સ્ટ્રેસ જ હોય તેવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. જોકે ઘણા ડોકટરોનું અવલોકન કહે છે કે તણાવ તમારા શરીર માટે જોખમી પ્રતિક્રિયા આપે છે. સ્ટ્રેસના સમયમાં તમારું બ્લડ પ્રેશર વધવાના કેટલાક કારણો અહીં રજૂ કરી રહ્યાં છીએ.
ધુમ્રપાન વધુ પડતો દારૂ પીવો બિનઆરોગ્યપ્રદ ખોરાક
હાયપરટેન્શનમાં પરિણમતા તણાવની સાથે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સંખ્યાબંધ સમસ્યાઓ પણ આવી શકે છે. જેના કારણોમાં ચિંતા, હતાશા અને મિત્રોથી અલગતા સામેલ હોઈ શકે છે. આવું સૂચવતા કોઈ પુરાવા નથી, પરંતુ ઘણા લોકો આવી પરિસ્થિતિઓથી પીડાય છે.
હાયપરટેન્શનની હેલ્થ પર પડતી અસરો :
તમારા આખા શરીરની કામગીરી અને રોજિંદી પ્રક્રિયાને હાયપરટેન્શનના કારણે ખરાબ ઇફેક્ટ પડે છે અને તેમાંથી રિકવર થવું પણ ખૂબ જ અઘરૂં છે. સ્ટ્રેસ તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ નહિ, પરંતુ નીચેની હાઇપરટેન્શન સમસ્યાઓ તરફ ચોક્કસથી તમને દોરી જઈ શકે છે -
હાયપરટેન્શન માટે મેન્ટલ હેલ્થ પ્રોબ્લમ્સ કેવી રીતે અટકાવવી ?
તણાવના સ્તરને ઘટાડવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. અહીં માનસિક સ્વાસ્થ્યની અસરને ઘટાડવામાં મદદ કરી શકે તેવી કેટલીક ટીપ્સ આપી છે.
1. તમારી પાસે તમારા કાર્યો પૂર્ણ કરવા અને સમયસર સ્થળોએ પહોંચવા માટે પૂરતો સમય હોય એ રીતે સમયની ગોઠવણ કરો, કોઇ પણ કામમાં ઉતાવળ કરવાની જરુર નથી.
2. સમયાંતરે શ્વાસ લો અને આરામ કરતા રહો. તમારે તમારા કામમાંથી વિરામ લેવાની અને તમારા મનને આરામ કરવાની જરૂર છે.
3. વ્યાયામ - કસરતોથી તણાવમુક્ત રહી શકાય છે. તણાવથી દુર રહેવા માટે અમુક પ્રકારની ફિઝિકલ એક્સરસાઇઝને તમારી દિનચર્યામાં સામેલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. 4. પુષ્કળ ઊંઘ લો, સારી માત્રામાં ઉંઘ લેવી જોઇએ. તમારે દિવસમાં ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ પૂરી કરવી જોઈએ. 5. થોડા સમય માટે નિયમિત રીતે યોગ કરવાનો પ્રયાસ કરો. 15-20 મિનિટ માટે પણ તે મદદરૂપ થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર