મહેસાણાના સ્થાપના દિવસની ઊજવણીઃ૧૩૫૮માં મહેસાણા વસ્યું હતું

મહેસાણાઃ મહેસાણામાં વસતા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા મહેસાણાના ૬૫૭માં જન્મ દિવસની ગઇકાલે ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણાની સ્થાપના કુલ ત્રણ વખત થઇ હતી. અને ત્રીજી વખતે સંવત ૧૪૧૪ ને ઈ.સ.૧૩૫૮ માં મહેસાણા વસ્યું હતું. ત્યારે ચાંપાનેરથી મહાજનને મહાકાલી માતાજીનું સપનું આવતા તેઓ મહેસાણા આવ્યા હતા.

  • Web18
  • Last Updated :
  • Share this:

મહેસાણાઃ મહેસાણામાં વસતા બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા મહેસાણાના ૬૫૭માં જન્મ દિવસની ગઇકાલે ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણાની સ્થાપના કુલ ત્રણ વખત થઇ હતી. અને ત્રીજી વખતે સંવત ૧૪૧૪ ને ઈ.સ.૧૩૫૮ માં મહેસાણા વસ્યું હતું. ત્યારે ચાંપાનેરથી મહાજનને મહાકાલી માતાજીનું સપનું આવતા તેઓ મહેસાણા આવ્યા હતા.

ત્યારે મહેસાણા આવીને મહાકાલી માતાજીની જ્યોત પ્રગટાવવામાં આવી હતી. અને મેસરાજી ચાવડાએ અહી તોરણવાળી ચોકમાં તોરણ બાંધેલ. ત્યારથી અહી તોરણવાળી ચોકમાં આવેલ તોરણવાળી માતાજીના મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવેલી જોઈ શકાય છે.

mehsana janam divas

મહેસાણાનો ગઇકાલે જન્મ દિવસ હતો. પરંતુ  કયો જન્મ દિવસ હતો તે બાબતે નગરજનો પણ દ્વિધામાં મુકાઈ ગયા હતા. દ્વિધામાં એટલા માટે મુકાયા કે, શહેરના તોરણવાળી ચોકમાં કોંગ્રેસ દ્વારા આયોજિત મહેસાણાના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ૬૫૮માં જન્મ દિવસની ઉજવણીના બોર્ડ લગાવાયા હતા. તો બીજી તરફ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા મહેસાણાના ૬૫૭માં જન્મ દિવસની ઉજવણીના હોર્ડિંગસ લગાવવામાં આવ્યા હતા. ત્યારે નગરજનો પણ આજે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે, ખરેખર આજે મહેસાણાનો કયો જન્મ દિવસ છે ? 

First published: