ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જાહેરાત

News18 Gujarati
Updated: August 5, 2020, 8:13 PM IST
ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જાહેરાત
ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જાહેરાત

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ન્યૂઝ 18 સાથે વાત કરી

  • Share this:
ગાંધીનગર : હાલમાં જ્યારે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે શિક્ષણ પ્રક્રિયા બંધ છે ત્યારે વિદ્યાર્થીઓની ફી સંબંધે આજે નામદાર હાઈકોર્ટે શાળા સંચાલકો સાથે બેઠક કરીને ફી સંબંધી પ્રશ્નનો ઉકેલ લાવવા જે આદેશ કર્યો છે તે આદેશના પગલે શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં જ શાળા સંચાલકો સાથે બેઠક યોજશે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ન્યૂઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું.

આજે નામદાર હાઈકોર્ટે શાળાઓમાં ફી અંગેની કરવામાં આવેલ પીઆઈએલના સંદર્ભમાં આપેલ વિગતવાર ચુકાદામાં નિર્દેશ કર્યો છે કે બંને પક્ષકારો એટલે કે વાલીઓ અને સંચાલકો બંનેનું હિત જળવાય અને સર્વાનુમતે ફી અંગેના પ્રશ્નોનો સ્વીકાર્ય ઉકેલ લાવવા માટે સરકારે સંચાલકો સાથે બેઠક કરવી જોઈએ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ.


આ પણ વાંચો - શાળાઓ ન ખુલે ત્યાં સુધી માત્ર ટ્યૂશન ફી લેવાનો આદેશ, સરળ હપ્તા કરવાની ટકોર

નામદાર હાઇકોર્ટે તેના આદેશમાં એમ પણ જણાવ્યું છે કે સંચાલકોએ પણ મન મોટું રાખીને રાજ્ય સરકારને મદદ કરવી જોઈએ.
Published by: Ashish Goyal
First published: August 5, 2020, 8:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading