અલ્પેશ કથિરીયાની આગેવાનીમાં મળશે મિટિંગ, શું ફરી આંદોલનની રણનીતિ ઘડાશે?


Updated: February 7, 2020, 6:48 PM IST
અલ્પેશ કથિરીયાની આગેવાનીમાં મળશે મિટિંગ, શું ફરી આંદોલનની રણનીતિ ઘડાશે?
અલ્પેશ કથિરીયાની આગેવાનીમાં મળશે મિટિંગ, શું ફરી આંદોલનની રણનીતિ ઘડાશે?

હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનો પર થયેલા કેસને લઈ પાટીદાર નેતાઓ મેદાને પડશે

  • Share this:
અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સામે અનેક મુદ્દે કેસ થયેલા છે. ત્યારે હાર્દિક પટેલની મુશ્કેલી વધતી જાય છે. રાજદ્રોહ કેસમાં હાર્દિક વારંવાર કોર્ટમાં ગેરહાજર રહ્યો છે. જેની સામે કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ કાઠ્યું છે. જોકે હાર્દિક છેલ્લા કેટલાય દિવસથી ભુગર્ભમાં જતો રહ્યો છે. હાર્દિકનુ કોઈ લોકેશન પણ મળતુ નથી.

હાર્દિક અને પાટીદાર યુવાનો પર અનેક કેસ કોર્ટમાં ચાલે છે. ત્યારે આ મુદ્દે જયેશ પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલ અને પાટીદારો યુવકોની અનેક ગંભીર કેસોમા સંડોવણી કરવામાં આવી છે. આ કેસોને લઈ હાર્દિક પટેલ અને અન્ય ઘણા નિર્દોષ પાટીદાર યુવાનોને સરકાર હેરાન કરવાના પ્રયાસો કરી રહી છે. ત્યારે પાસ કન્વિનર અલ્પેશ કથિરીયાની આગેવાનીમાં 10 ફેબ્રુઆરીના રોજ મિટિંગ મળશે. જેમાં વિચારવિમર્શ કરીને આગામી રણનિતીની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો - ચીનથી આવેલી અમદાવાદી યુવતીને દિલ્હી એરપોર્ટ પર કડવો અનુભવ, કોઈએ જમવા પણ ન આપ્યું

મહત્વનું છે કે અલ્પેશ કથિરીયા જેલમાંથી છુટયા બાદ 6 મહિના સુરતથી બહાર રહેવા માટે આદેશ કરાયો હતો. 6 મહિના પુરા થતા અલ્પેશ કથિરીયા સુરત પરત આવ્યો છે. હવે અલ્પેશ કથિરીયા ફરી આંદોલનને વેગવંતું બનાવવા માટે રણનિતી તૈયાર કરશે. જે અંતર્ગત પહેલા પાસ સાથે જોડાયેલા મેમ્બરો સાથે મિટિંગ કરશે. જેમા રણનિતી તૈયાર કરશે અને સરકાર સામે બાંયો ચડાવશે. સરકારને પાટીદાર યુવાનો પર થયેલા કેસ પરત ખેચવા માટે રજુઆત કરશે. પાટીદાર નેતાઓ ફરી એક વખત મેદાને ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. રેશ્મા પટેલ પણ હાર્દિકના વ્હારે આપી છે. તેણે સરકાર ખોટી રીતે હેરાન કરવાનો આક્ષેપ કર્યો છે. રેશ્માએ જણાવ્યું હતું કે સમાજ માટે ફરી એક થઈને લડત આપીશું. તો શુ ફરી એક વખત પાટીદાર યુવાનો પર થયેલા કેસના મામલે પાટીદાર યુવાનો સરકાર સામે પડશે.
First published: February 7, 2020, 6:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading