શું હવે અનામત બચાવો આંદોલનનું ભૂત ધૂણશે?


Updated: January 27, 2020, 9:54 PM IST
શું હવે અનામત બચાવો આંદોલનનું ભૂત ધૂણશે?
અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની એક બેઠક બોલાવી સરકાર સામે બાયો ચડાવી

અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની એક બેઠક બોલાવી સરકાર સામે બાયો ચડાવી છે

  • Share this:
અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓને થયેલા અન્યાય મામલે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ચાલી રહેલા છે. ખુદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ભરતીમાં થયેલ અન્યાય અંગ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી હતી. તો સાથે જ ભાજપના ધારાસભ્યો અને સંસદ સભ્યોએ પણ પત્ર લખ્યા હતા. ત્યારે હવે ગુજરાત પ્રદેશ કોળી સમાજના અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ પણ સમાજની દીકરીઓને થયેલા અન્યાય મામલે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજની એક બેઠક બોલાવી સરકાર સામે બાયો ચડાવી છે.

અખિલ ભારતીય કોળી સમાજની આ ગુજરાત પ્રદેશ બેઠકમાં LRDની ભરતીમાં OBC વર્ગની મહિલાઓને થયેલા અન્યાય મામલે આગામી દિવસોમાં દરેક જિલ્લા મથકે OBC,SC અને ST સમાજ ના આગેવાનોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવે છે. અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મળેલ આ બેઠકમાં વિજય રૂપાણી સરકારના કેબિનેટ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટીય અધ્યક્ષ કુંવરજી બાવળીયા પણ હાજર રહેવાના હતા. પરંતુ અગમ્ય કારણોસર કુંવરજી બાવળીયાએ આ બેઠકમાં ગેર હાજર રહ્યા હતા. પરંતુ ગુજરાત પ્રદેશ કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ દાવો કર્યો છે કે કુંવરજી બાવળીયાનું અમને સમર્થ મળેલ છે. આ બેઠકમાં ચોટીલા વિધાનસભા બેઠક કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - બટન એટલું જોરથી દબાવજો કે વોટ કમળને પડે, કરંટ શાહીન બાગમાં લાગે : અમિત શાહ

આ બેઠક અંગે ઋત્વિજ મકવાણાએ જણાવ્યું હતું કે આજે અલગ અલગ સમાજના રાજકીય અને સામાજિક પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. LRDની વાત હોય કે પાછલી કેટલીક પરીક્ષાઓ યોજાઈ કે કોન્ટ્રાક બેઝ નોકરીની વાત હોય તેમાં SC,ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે. તેની સામે આવનારા દિવસોમાં એક થઇ કઈ રીતે લડવું તે અંગેની રણનીતિ આ બેઠકમાં ઘડવામાં આવી છે. ભાજપની રાજ્ય સરકાર અને અધિકારીઓએ નિયમો અને પરિપત્રોનું પોતાને અનુકૂળ અર્થઘટન કરી SC,ST અને OBC વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય કરી રહ્યા છે. આ મુદ્દા ને લઈ પાછળના બારણેથી રાજકીય લાભ લેવાનું પ્રયાસ પણ કેટલાક લોકો કરી રહ્યા છે. રાજ્યમાં OBC સમાજ સામે સવર્ણ સમાજને મુકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર આ મામલે જે પ્રકારે કામ કરી રહી છે તેને જોતા આવનારા દિવસો એ આચાર્યજનક હોય તો નવાઈ નહીં ક્યાંકને ક્યાંક સરકારની નીતિએ આગ સાથે રમવાની હોય તે પ્રકારે દેખાઈ રહ્યું છે. એક બાજુ બહુમતી અને લઘુમતીનું રાજકારણ અલગ પ્રકારનું થાય છે. તો બીજી બાજુ અમારી સાથે પણ વર્તન અલગ પ્રકારનું થાય છે. સુલતાન બાપને મારીને સુલતાન બને છે ત્યારે તે ભૂલી જાય છે કે પોતાનું સંતાન પણ આજ વસ્તુ શીખી રહ્યું છે જો બહુમતીને જ સત્તા અને અધિકાર આપવાની વાત હોય તો આવનારા દિવસોમાં SC,ST અને OBC વર્ગના આજ મુદ્દાને લઈ બજારમાં નીકળશે અને પોતાનો અધિકાર લઈને રહશે.

અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ જણાવ્યું હતું કે આજની બેઠકમાં અમે નિર્ણય કર્યો છે કે એક સમિતિની રચના કરવામાં આવશે. દરેક જિલ્લા કક્ષાએ દરેક કોળી સમાજના આગેવાનો સાથે મળીને કલેક્ટરને આવેદન પત્ર આપશે. આવનારા દિવસોમાં કોળી સમાજ SC,ST અને OBC વર્ગના વડાઓને બોલાવી LRD મામલે લડત લડવામાં આવશે. કુંવરજી ભાઈ બાવળીયા અમારા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટીય અધ્યક્ષ છે. ગુજરાતના અધ્યક્ષ તરીકેની જવાબદારી હું બજાવું છું તેમની સાથે મારે વાત થઈ તેમના સંપર્કમાં જ છીએ. તેમણે પણ મુખ્ય મંત્રી ને આ બાબતે પત્ર લખી જાણ કરી છે.આજે પણ તેઓ આ બેઠકમાં સામેલ થવાના હતા પરંતુ તેઓ મત વિસ્તારથી આવતા હોવાથી સમયસર હાજર ન રહી શક્યા. કુંવરજી ભાઈએ કોળી સમાજના દીકરા છે. જયારે સમાજની વાત આવે ત્યારે તે રાજકારણીના પગરખાં બહાર મૂકીને આવે છે. સમાજની કેટલી દીકરીઓ કેટલાય દિવસથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠી છે. જે અન્યાય થઈ રહ્યો છે તેની સામે લડત નહીં આપીએ તો ખુબ લાંબા સમયે ખ્યાલ આવે કે સરકાર એ સ્લો પોઇઝન આપી રહી હતી.જો આનો સામનો નહીં કરીએ તો અમારા અસ્તિત્વ મિટાવાનો પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારમાં બેઠેલા કેટલાક સાંસદ સભ્યો અને ધારા સભ્યોએ પણ આ મામલે સરકારનું ધ્યાન દોર્યું છે. કુંવરજી ભાઈ એ પણ આ મામલે રજુઆત કરી છે. જો સરકાર સાંભળતી ન હોય તો શું કામ કુંવરજી ભાઈને લઈ ગઈ. પરંતુ એક વાત ચોક્સ છે કોઈ એક વ્યક્તિ,કંપની કે ઇન્ડસ્ટ્રી નથી સરકાર છે. સરકાર તેના અલગ અલગ નિયમો પ્રમાણે ચાલે છે ત્યારે તેની સામે લડત આપવી અમારી ફરજ છે. આવનારા દિવસોમાં ભાજપ-કોંગ્રેસ અનેક ધારાસભ્યો- માજી ધાસભ્યો સંસદ સભ્યો અમારી સાથે જોવા મળશે.

કોળી સમાજની મળેલી આ બેઠકમાં સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં જો LRD પરીક્ષામાં અનામત વર્ગની જ્ઞાતિઓને ન્યાય નહીં આપવામાં આવેતો સવર્ણ વર્ગ સામે OBC,SC-ST વર્ગની ઘર્ષણ સર્જાશે. જે મોટા આંદોલનનું પણ સ્વરૂપ લઈ શકશે.
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading