જીગ્નેશ અને રાહુલ ગાંધી વચ્ચે દિલ્લીમાં મુલાકાત, મેવાણી આજે લઇ શકે મહત્વનો નિર્ણય
જીગ્નેશ અને રાહુલ ગાંધી વચ્ચે દિલ્લીમાં મુલાકાત, મેવાણી આજે લઇ શકે મહત્વનો નિર્ણય
જ્યારે OBC મંચનાં નેતા અલ્પેશ ઠાકોરે પોતાનું સ્ટેન્ડ ક્લિઅર કરી લીધુ છે અને તે કોંગ્રેસ પક્ષમાં જોડાઇ ગયો છે ત્યારે તેના મિત્રો અને દલિત અધિકાર મંચનાં નેતા જીગ્નેશ મેવાણી અને પાટિદાર સમાજનો આગેવાન હાર્દિક પટેલ પણ કોંગ્રેસ પ્રત્યેનો પોતાનો ઝુકાવ દર્શાવી ચુક્યા છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ની રસાકસીનાં પડઘમ દિલ્લી સુધી સંભળાઇ રહ્યાં છે. એટલે જ તો જ્યારે OBC મંચનાં નેતા અલ્પેશ ઠાકોરે પોતાનું સ્ટેન્ડ ક્લિઅર કરી લીધુ છે અને તે કોંગ્રેસ પક્ષમાં જોડાઇ ગયો છે ત્યારે તેના મિત્રો અને દલિત અધિકાર મંચનાં નેતા જીગ્નેશ મેવાણી અને પાટિદાર સમાજનો આગેવાન હાર્દિક પટેલ પણ કોંગ્રેસ પ્રત્યેનો પોતાનો ઝુકાવ દર્શાવી ચુક્યા છે.
જ્યાં ગઇકાલે સાંજે હાર્દિક પટેલે કોંગ્રેસ નેતાઓ સાથે મિટિંગ કરી લીધી છે અને તે મિટિંગનું સકારાત્મક પરિણામ આવે તેમ પણ વાતો છે ત્યારે હવે જિગ્નેશ મેવાણી પણ દિલ્લી પહોંચી ગયો છે અને તે આજે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાનો છે.
આ મિટિંગ અશોક ગહેલોત પણ હાજર રહેશે. આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ દલિત અધિકાર મંચનાં નેતા જીગ્નેશ મેવાણી કોંગ્રેસ પક્ષમાં જોડાવવાની અધિકૃત જાહેરાત કરે તે જ છે. ટૂંક સમયમાં આ મિટિંગ બાદ શું ઉકેલ આવે છે તે જાહેર થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર