Home /News /gujarat /મોદી સાહેબને વડાપ્રધાન તો ઘણાંયે કહેશે, પણ મારો નરેન્દ્ર કહેનારી મા જતી રહી: માયાભાઈ આહીર

મોદી સાહેબને વડાપ્રધાન તો ઘણાંયે કહેશે, પણ મારો નરેન્દ્ર કહેનારી મા જતી રહી: માયાભાઈ આહીર

લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે સંવેદના વ્યક્ત કરી

ગાંધીનગરનાં 30 નંબરનાં સેક્ટરમાં આવેલા સ્મશાનધામમાં માતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યાં પીએમ મોદી સહિત ચાર ભાઇઓએ માતાનાં પાર્થિવ દેહને અગ્નિ આપી હતી.

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીએ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શતાયું હીરાબાનું આજે એટલે શુક્રવારનાં (30 ડિસેમ્બર, 2022) રોજ વહેલી સવારે 3.30 કલાકે દુ:ખદ નિધન થયું હતું. આ સમાચાર સાંભળતાની સાથે પીએમ મોદી દિલ્હીથી ગુજરાત આવવા રવાના થયા હતા. હીરાબાના પાર્થિવ દેહને હોસ્પિટલમાંથી ગાંધીનગરમાં પીએમ મોદીનાં ભાઇનાં ઘરે લઇ જવામાં આવ્યો હતો. પીએમ મોદી ગાંધીનગર આવ્યા બાદ માતા હીરાબાની અંતિમયાત્રામાં જોડાયા હતાં.

ગાંધીનગરનાં 30 નંબરનાં સેક્ટરમાં આવેલા સ્મશાનધામમાં માતાની અંતિમવિધિ કરવામાં આવી હતી. જ્યાં પીએમ મોદી સહિત ચાર ભાઇઓએ માતાનાં પાર્થિવ દેહને અગ્નિ આપી હતી.



વડાપ્રધાન મોદીની માતાના નિધન પર ગુજરાતના લોક સાહિત્યકાર માયા ભાઈ આહિરે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મોદી સાહેબને વડાપ્રધાન તો ઘણાંયે કહેશે, પણ મારો નરેન્દ્ર કહેનારી માતા હવે જતી રહી, તેનું આખા ભારતને દુ: ખ તો હોય જ. પણ અમારા સમગ્ર કલાજગત વતી તેમના ચરણોમાં કોટી કોટી વંદન કરી તેમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું. મોદી સાહેબે માનો છાયો ગુમાવ્યો છે, ભલે ગમે તેટલી મોટી મા, 100 વર્ષે પણ દુષ્કાળ એ દુષ્કાળ જ કહેવાય છે. મોદી સાહેબને માતાની વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના."
First published:

Tags: Mother heera Baa

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો