સરકારે માસ્ક-સેનિટાઇઝરને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવ્યા, હવે વધી શકે છે ભાવ

કોરોનાના વધતા કેસોના કારણે સરકારે માસ્ક અને સેનિટાઇઝર આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો, જેને ફરી એકવાર બદલવામાં આવ્યો છે

કોરોનાના વધતા કેસોના કારણે સરકારે માસ્ક અને સેનિટાઇઝર આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો, જેને ફરી એકવાર બદલવામાં આવ્યો છે

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા કેસોના કારણે સરકારે માસ્ક (Mask) અને સેનિટાઇઝર (Sanitizer) આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. જેને ફરી એકવાર બદલવામાં આવ્યો છે. સરકારે માસ્ક અને સેનિટાઇઝરને Essential Commodity Actની યાદીમાંથી હટાવી દીધા છે.

  કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાન (Ram Vilas Paswan)એ ટ્વિટ કરીને કહ્યું હતું કે કોરોના વાયરસ (COVID-19)ના ખતરા બાદ બજારના વલણને જોતાં સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ-1955ની અનુસૂચીમાં સંશોધન કરી સર્જિકલ ફેસ માસ્ક, N95 માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરને 30 જૂન સુધી આવશ્યક વસ્તુ જાહેર કરી હતી. તેનાથી તેની ઉપલબ્તા વધશે અને કાળા બજારી અટકશે.

  આ પણ વાંચો, કોવિડ-19ની દવા Remdesivirની કાળા બજારી! વસૂલાય છે 6 ગણા ભાવ

  પહેલા આ કારણે બદલ્યો હતો નિયમ

  કોવિડ-19ના પ્રકોપ અને પ્રબંધન માટે લૉજિસ્ટિક સંબંધી ચિંતાઓને જોતા સરકારે આ નિર્ણય લીધો હતો કારણ કે માસ્ક (2 પ્લાય અને 3 પ્લાય સર્જિકલ માસ્ક, N95 માસ્ક) અને હેન્ડ સેનિટાઇઝર બજારમાં મોટાભાગના વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ નથી અથવા તો ખૂબ વધારે ભાવે મુશ્કેલીથી ઉપલબ્ધ થઈ રહ્યા હતા.  આ પણ વાંચો, કોરોનાઃ ભારતમાં આજથી શરૂ થશે Covaxinનું હ્યૂમન ટ્રાયલ, જાણો તેની સાથે જોડાયેલી ખાસ વાતો

  કાયદો તોડ્યો તો 7 વર્ષની સજા: મંત્રાલયના નિવેદન મુજબ, સરકારે આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955ની અનુસૂચીમાં સંશોધન કરતા માસ્ક અને સેનિટાઇઝરને 30 જૂન 2020 સુધી આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955 હેઠળ આવશ્યક વસ્તુ તરીકે જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. આવશ્યક વસ્તુ અધિનિયમનું ઉલ્લંઘન કરાનારને સાત વર્ષની સજા થઈ શકે છે અથવા તો દંડ ભરવો પડી શકે છે, કે જેલ અને દંડ બંને થઈ શકે છે.
  Published by:user_1
  First published: