Home /News /gujarat /

રાજકોટ : આડા સંબંધમાં 'નડતર' હતું માસૂમ બાળક, નિષ્ઠુર માતાએ ઝેરી દૂધ પીવડાવી હત્યા કરી

રાજકોટ : આડા સંબંધમાં 'નડતર' હતું માસૂમ બાળક, નિષ્ઠુર માતાએ ઝેરી દૂધ પીવડાવી હત્યા કરી

આરોપી હિતેષ અને અમિષાને પોલીસે ઝડપી પાડતા સમગ્ર મામલો છતો થઈ ગયો

પોલીસે આરોપી અમિષા અને તેના પ્રેમી હિતેશની ધરપકડ કરી, નિષ્ઠુર જનેતાએ પોલીસને જણાવ્યું કેવી રીતે કરી હતી પોતાના જ માસૂમની હત્યા

રાજકોટ આજીડેમ પોલીસ (Rajkot Police) દ્વારા પાંચ માસના માસુમ ધાર્મિક ને ઝેરી ટીકડા ખવડાવી હત્યા કરી દફનાવી દેવાના ગુનામાં માતા હંમેશા અને તેના પ્રેમી મુન્નાની (Mother and Lover Arrested) ધરપકડ કરવામાં આવી છે.  રાજકોટ શહેર પોલીસ કમિશનર ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં એસીપી એચ. એલ. રાઠોડે જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલા આજીડેમ ચોકડી ખાતે રહેતી અમીષાશા ચાવડા હિતેશ પીપળીયા ના સંપર્કમાં આવી હતી.

ત્યારબાદ તેઓ મૈત્રી કરાર કરી પતિ પત્ની તરીકે રહેતા હતા. આ દરમિયાન તેમને ત્યાં એક દિકરાનો જન્મ થયો હતો. હિતેશ પોતે ડ્રાઇવિંગ નું કામ કરતો હોય જેથી તે અવારનવાર બહારગામ રહેતો હતો. આ દરમિયાન અમિષા ને તેની બાજુમાં રહેતા મુન્ના રાજુભાઈ ડાભી સાથે ઓળખાણ થઈ હતી. મુન્ના ડાભી અવારનવાર તેણીની મદદ કરતો હતો જેના લીધે બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. દરમિયાન હિતેશ અને અમિષાએ વડીયા ખાતે રજીસ્ટર મેરેજ કરી લીધેલ હતા.

માતા બની હત્યારી, આડા સંબંધોમાં પોતાના જ વ્લસોયાને પીવરાવી દીધું ઝેરી દૂધ


આ પણ વાંચો : મહામંડલેશ્વર ભારતી બાપુ 93 વર્ષની વયે બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે 

અમીષા અને હિતેશ કાયમી માટે સાથે રહેવા માગતા હોય પરંતુ પુત્ર ધાર્મિક નડતરરૂપ હોય તેથી તેની હત્યાનું કાવતરૂ બંને સાથે મળીને રચ્યું હતું. હિતેશ એ ઘઉં માં નાખવાના ઝેરી ટીકડા અમિષા ને લઈ આપ્યા હતા. ત્યાર બાદ અમિષાએ તે ઝેરી ટીકડા દૂધ માં નાંખી ને પોતાના પુત્રને પીવડાવી દેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.

ત્યારબાદ તેને પોતાના પુત્રને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવી ખોટી હકિકત જણાવી પ્રથમ શૈશવ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર છે સિવિલ હોસ્પિટલ માં લઇ જતા ધાર્મિક નું મૃત્યુ થયું છે તે પ્રકારની સ્ટોરી પોતાના પતિ હિતેશ ને જણાવી હતી. તો સાથે જ નાના છોકરાને કાપકૂપ ન કરાય જેથી આપણે ધાર્મિક નું પીએમ કરાવ્યું નથી તેવી હકીકત પણ હિતેશ ને જણાવી હતી. ત્યારબાદ હિતેશ ની સાથે મળીને ધાર્મિક ની લાશ ને ગોંડલ કંટોલિયા રોડ ઉપર આવેલા કોળી સમાજના સ્મશાન ખાતે તેની દફનવિધિ કરી હતી.

સમગ્ર મામલે ધાર્મિક ના પિતા ને શંકા જતા હિતેશભાઈ પીપળીયા બનાવ અંગે ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે અરજી કરી હતી જે અરજીની પ્રાથમિક તપાસ દરમિયાન હકીકત જણાતા આગળની કાર્યવાહી કરવા રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : વિચલિત કરતા દૃશ્યો! સુરતમાં સ્મશાનની બહાર મેદાનમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા

સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ વી જે ચાવડા અને પીએસઆઇ એમ એમ ઝાલા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ગોંડલ ખાતે સ્મશાન ની અંદર દફનાવવામાં આવેલ બાળકની લાશને પણ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ બાળકની લાશને તેના પિતા હિતેશ ને સોંપવામાં આવી હતી.

સમગ્ર મામલે આજીડેમ પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 302, 120b, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે અંતર્ગત બન્નેની ધરપકડ કરવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:

Tags: Rajkot crime news, Rajkot Lov and Extra Marital Affair case, Rajkot Mother Killed five Year child, Rajkot News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन