અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતી પરિણીતાને કોઈ અજાણ્યા વ્યક્તિએ અલગ અલગ ફેક ઈન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પરથી બિભત્સ મેસેજ કરી ઈન્સ્ટાગ્રામ આઈ.ડી હેક કરી દેવાની તેમજ ફોટો- વિડીયો ડિલીટ કરી દેવાની ધમકી આપી હતી. જેને લઈને મહિલા એ આ મામલે સાઇબર ક્રાઇમ ફરિયાદ નોંધાવી છે.સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા છેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક ઍકાઉન્ટનો ઉપયોગ કરે છે.
મહિલાને ગત તા 16મી સપ્ટેમ્બર 2020ના રોજ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. ઉપર કાજલ રબારી 777 નામના ઈન્સ્ટાગ્રામ આી.ડી ઉપરથી મેસેજ આવ્યો હતો. આ આઈ.ડીમાં જાણીતા ગાયિકા ઉર્વશી રાદડીયાના ફોટો પ્રોફાઈલ પીક્ચરમાં મુક્યા હતા. તેમજ મલ્હાર ઠાકર અને દેવાયત ખાવડના ફોટા પોસ્ટ કર્યા હતા.
આ પણ વાંચો : સુરત : ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આતંરાજ્ય ગેંગના ચોર ઝડપી પાડ્યા, 'પોપટ'ની જેમ 15 ગુના કબૂલ્યા
મહિલા દ્વારા પતિ અને ઉર્વીશી રાદરડિયા એક જ પ્રોફેશનમાં હોવાથીં તેઓને સારી રીતે ઓળખતી હતી. જેથી આ આઈ.ડી. ઉર્વશી બહેનનું છે તેમ માની મહિલા મેસેજના રીપ્લાય આપતા હતા. દરમિયાન આઈ.ડી. પરથી વારંવાર કીશન નામના વ્યકિત સાથે વાત કરવા માટે કહેતા હતા. અને મહિલા એ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી ઉપર કીશન રબારી ઓ્ફિસીયલ નામના ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.પરથી મેસેજ આવ્યો હતો.
જેમાં ઉર્વશી બહેને કહ્યું છે કે આપ વાત કરશો, જેથી હું મેસેજ કરુ છુ જેથી મહિલા મેસેજના રીપ્લાય આપ્યા હતા ત્યારબાદ આ આઈ.ડી.પરથી મેસેજ આવેલ કે 'મને તુ ગમે છે એટલે તુ મારી સાથે વાત કર' જાકે મહિલા એ ઈન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ બ્લોક કરી દીધુ હતુ.
ત્યારબાદ કિશન રબારી 7 આઈ.ડી પરથી 25 ફેબ્રુઆરીના સુધી બિભત્સ મેસેજ આવેલ હતો તેમજ આઈ.ડી હેક કરી ફોટો તેમજ વીડીયો ડિલિટ કરવા ધમકી આપી હતી. આખરે કંટાળીને મહિલા એ ઈન્સ્ટારગ્રામ એકાઉન્ટ કરનાનું બંધ કરી દીધુ હતુ.
આ પણ વાંચો : સુરત : પ્લેનમાં આવી ચોરી કરતો હતો VIP ચોર, પોલીસ સામે 30 ચોરીઓ કબૂલી! જાણો કોણ છે ચોર
બનાવ અંગેમહિલા દ્વારા ઈન્સ્ટાગ્રામ ઉપર કાજલ રબારી777, કિશન રબારી ઓફિશિયલ અને કિશન રબારી 7 નામના અલગ અલગ ફેક ઍકાઉન્ટ બનાવી પીછો કરી બિભત્સ મેસેજ કરી ગાળો કરી ઍકાઉાન્ડ હેક કરી ફોટો અને વીડીયો ડીલીટ કરી દેવાની ધમકી આપનાર સામે સાઇબર ક્રાઇમ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કારિયા છે