Home /News /gujarat /મનસુખ માંડવીયાનું નિવેદન- રાહુલ ગાંધીને પૂછો કે દૂધ કોણ આપે તો એ કેશે કે ડેરી દૂધ આપે
મનસુખ માંડવીયાનું નિવેદન- રાહુલ ગાંધીને પૂછો કે દૂધ કોણ આપે તો એ કેશે કે ડેરી દૂધ આપે
પ્રચારના અંતિમ સમયમાં ભાજપ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યું છે.
Gujarat Assembly Elections 2022: તાલાલા વિધાનસભા કે જ્યાં ખરાખરીનો ત્રિપાંખિયો જંગ જામ્યો છે અને પ્રથમ ચરણના મતદાનનો પ્રચાર પણ અંતિમ સમયમાં છે ત્યારે ભાજપના દિગ્ગજ અને પાટીદાર નેતા મનસુખ માંડવીયા એ તાલાલા બેઠક પર સુરવા ગામે સભા સંબોધી હતી.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: તાલાલાના સુરવા ગામે ચૂંટણી પ્રચારના અંતિમ સમયે મનસુખ માંડવીયા એ જાહેરસભા સંબોધી હતી, તાલાલા બેઠક પર પાટીદાર સમાજ નિર્ણાયક મત હોવાના કારણે છેલ્લા સમયે સભા સંબોધી હતી. પાટીદાર સમાજનો રૂખ ભાજપ તરફ વાળવા પ્રચારના અંતિમ સમયમાં ભાજપ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યું છે.
તાલાલા વિધાનસભા કે જ્યાં ખરાખરીનો ત્રિપાંખિયો જંગ જામ્યો છે અને પ્રથમ ચરણના મતદાનનો પ્રચાર પણ અંતિમ સમયમાં છે ત્યારે ભાજપના દિગ્ગજ અને પાટીદાર નેતા મનસુખ માંડવીયા એ તાલાલા બેઠક પર સુરવા ગામે સભા સંબોધી હતી. જેમાં પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા ધારાસભ્ય ભગવાન બારડના ભાજપમાં જોડાવવા અંગે સસ્પેન્સ ખોલતા મંત્રી મનસુખ માંડવીયા એ જણાવ્યું હતું ,કે વિધાનસભાની ચુંટણીના આઠ દિવસ પહેલા ભગવાન બારડને મેં ફોન કરી આમંત્રણ આપ્યું હતું કે,"તમારા જેવા લોકો ત્યાં ન શોભે, ભાજપમાં આવી જાવ".
ત્યારે કેન્દ્રીય મંત્રીના નિમંત્રણ અને માન આપીને ધારાસભ્ય ભગવાન બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને તાલાલા તાલુકામાં કોંગ્રેસના સંગઠનની કમર તુટી હતી. તાલાલામાં કોંગ્રેસ એવી સ્થિતિમાં મુકાયું હતું કે ઉમેદવાર શોધવા જવું પડતું હતું. સાથે જ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મનસુખ માંડવીયાએ પદ માટેની યાત્રા ગણાવી હતી. જયારે સુરવા ગામે સભામાં મનસુખ માંડવીયા એ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે ગાય, ભેંસ, બકરી દૂધ આપે આ બધા લોકોને ખબર છે. પણ રાહુલ ગાંધીને પૂછો કે દૂધ કોણ દે! તો એ કેશે કે ડેરી દૂધ આપે એમને ખબર જ નથી કારણ કે તે ગ્રાઉન્ડ ઉપર રહ્યા જ નથી.
ઉલ્લેખનીય છે કે તાલાલા વિધાનસભા બેઠક વર્ષો કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને તેવામાં કોંગ્રેસમાં જીતી વિધાનસભામાં જતાં ભગવાન બારડ પક્ષ પલટો કરી ભાજપ જોડાયા છે અને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપવા પ્રદેશ યુવા નેતા માનસિંગ ડોડીયાને મેદાને ઉતાર્યા છે તો બીજી તરફ આપે પણ શિક્ષિત કોળી યુવાન ઉમેદવારને તાલાલા બેઠક પર મેદાને ઉતારતા ભાજપ-કોંગ્રેસ બંને માટે માથાના દુઃખાવા સમાન આ બેઠક બની છે, ત્યારે સૌથી નિર્ણાયક ગણાતા પાટીદાર મતદારો રૂખ ભાજપ તરફ વાળવા માંડવીયા કેટલા યોગ્ય સાબિત થાય છે તે તો 8 તરીકે જ ખબર પડશે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર